Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

ધોળકા તાલુકાના બદરખા-સરોડા નજીક જાહેરમાં જુગાર રમતા 8 શખ્સોને પોલીસે મુદામાલ સાથે ઝડપી પાડયા

અમદાવાદ:જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઈંગ્લીશ દારૂ અને જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિઓ વધી રહી છે ત્યારે અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે પેટ્રોલીંગ હાથધર્યું હતું જે દરમ્યાન ધોળકા તાલુકાના બદરખા-સરોડા રોડ પર આવેલ મેલડી માતાજીના મંદિર પાસે જાહેરમાં કોઈન દ્વારા જુગાર રમતાં ૮ શખ્સોને રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે પેટ્રોલીંગ હાથધર્યું હતું જે દરમ્યાન ધોળકા તાલુકાના બદરખા-સરોડા રોડ પર બદરખા ગામની સીમમાં આવેલ મેલડી માતાજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતાં ૯ શખ્સો અહેમદ હુશેન સુલતાનભાઈ ઘાંચી, મહંમદઆરીફ મહંમદઅબ્બસ શેખ, સાજીદખાન અહેમદનુરખાન પઠાણ, જેઠાચંદ લહેરૂમલ બસંતાણી, અનવરભાઈ ગનીભાઈ ધાંચી, જયેશભાઈ ઈશ્વરભાઈ પટેલ, જહિરહુશેન મયુદ્દીન શેખ, ઈબ્રાહીમભાઈ રસુલભાઈ મોમીનને રોકડ રૂા.૧૫,૨૦૦ તથા દાવ પરથી મળેલ રૂા.૨,૦૦૦ના ૨૩ કોઈન, રૂા.૫૦૦ના ૪ કોઈન, રૂા.૨૦૦ના ૬૮ કોઈન, રૂા.૧૦૦ના ૬૯ કોઈન મળી કુલ કોઈન ૧૬૪ તથા મોબાઈલ ફોન નંગ-૧૧ કિંમત રૂા.૪૧,૫૦૦ મળી કુલ રૂા.૫૬,૭૦૦ના મુદ્દમાલ સાથે ઝડપી પાડયા હતાં જ્યારે અન્ય આરોપીઓ જીતેન્દ્રસિંહ ધીરૂભાઈ ગોળ અને જહાંગીર મુળીયા હાજર મળી ન આવતાં તમામ વિરૂધ્ધ ધોળકા ગ્રામ્ય પોલીસ મથકે ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી હતી.

(5:38 pm IST)