Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

અમદાવાદમાં ખાનગી ફાર્મ હાઉસમાં કોંગ્રેસની ખાનગી બેઠક : દિગજ્જ નેતાઓ હાજર : રાજકીય ગરમાવો અનેકવિધ અટકળ

ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, વિમલ ચુડાસમા, ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોર, રાજેશ ગોહિલ પણ હાજર :ઠાકોર, કોળી અને ઓબીસી સમાજને અન્યાય થતો હોવાનો સુર ઉઠ્યો

અમદાવાદ : અમદાવાદમાં કોંગ્રેસની ખાનગી બેઠક યોજાઈ છે, આ બેઠકમાં કોળી અને ઠાકોર સમાજના નેતાઓ હાજર રહ્યા છે. સાથે ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, વિમલ ચુડાસમા બેઠકમાં હાજર છે. ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોર, રાજેશ ગોહિલ પણ હાજર છે.  ઠાકોર, કોળી અને ઓબીસી સમાજને અન્યાય થતો હોવાનો સુર ઉઠ્યો હતો. અને અચાનક ખાનગી બેઠક મળતા અનેક તર્કવિતર્ક પણ સર્જાયા છે.

  સાથે પ્રદેશ અધ્યક્ષ અને નેતા વિપક્ષના લોબિંગ માટે પણ બેઠક યોજાઇ હોવાની ચર્ચા સામે આવી છે.  ભરતસિંહ સોલંકીના જૂથના નેતાઓ અને ધારાસભ્યોની આ ખાનગી બેઠક અમદાવાદના એક ફાર્મ હાઉસ ખાતે મળી હતી

   બીજી તરફ બંગાળમાં મમતા બેનર્જીને જીત પાછળ એક નામ એવા પ્રશાંત કિશોરની પૂર્વ ટીમને લઈ સમાચાર સામે આવ્યા છે. પ્રશાંત કિશોરની ટીમને ગુજરાત કોંગ્રેસનું કેમ્પેઇન મળી શકે છે. પ્રશાંત કિશોર જે I-pac નામની કંપની સાથે કાર્યરત હતા. તે હવે ગુજરાતમાં કામગીરી કરી શકે છે. અને ગુજરાતમાં મૃતપાય થયેલી કોંગ્રેસને જીવંત કરવા પ્રયાસ કરવા આવી શકે છે. 2022ની ચૂંટણીમાં I-pacને ગુજરાતમાં કોંગ્રેસના પ્રચારની જવાબદારી મળી શકે છે. આ પ્રકારની સંસ્થા સાથે 2022માં એડીચોટીનું જોર લગાવશે

(10:30 pm IST)