Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

રાજ્યોમાં નકલી ડોકટરોના ધામા : છેલ્લા બે મહિનામાં 125 ઝોલાછાપ ડોકટરોની ધરપકડ

ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો :ભરૂચમાં સૌથી વધુ 26 બોગસ તબીબ ઝડપાયા

અમદાવાદ : કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં બોગસ તબીબએ ઠેર ઠેર ધામા નાખ્યા છે છેલ્લા બે મહિનામાં પોલીસ દ્વારા સવા સો મુન્નાભાઈ એમબીબીએસની ધરપકડ કરી છે. ગુજરાત સરકારના સ્વાસ્થ્ય વિભાગ તથા ગુજરાત પોલીસને સતત બોગસ તબીબની મળતી ફરિયાદ બાદ 1 એપ્રિલથી 31 મે સુધીમાં પ્રદેશ અને ગ્રામીણ વિસ્તારમાં બોગસ તબીબ બનીને લોકોની સારવાર કરી રહેલા ડોક્ટરો વિરૂદ્ધ અભિયાન શરૂ કરવામાં આવ્યું.

ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં મોટી સંખ્યામાં બોગસ તબીબો ઝડપાયા છે. ભરૂચમાં સૌથી વધુ 26 બોગસ તબીબ ઝડપાયા છે. આ ઉપરાંત નર્મદામાં 16, આણંદમાં 9 બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી છે. ડ્રગ્સ વિભાગ તેમજ પોલીસ અધિકારીઓએ આ તબીબો પાસેથી એલોપેથિક દવાઓ તેમજ ઇન્જેક્શન તથા રોકડ ઉપરાંત અનેક પ્રકારના મેડિકલ ઉપકરણ જપ્ત કર્યા છે.

કોરોના મહામારી દરમિયાન જ્યાં ગામડાઓમાં લોકો સંક્રમિત થઈ રહ્યા હતા તે સમયે આ પ્રકારના બોગસ તબીબોને ફાયદો થઈ ગયો હતો. પોલીસે ત્રણ ડોક્ટરો વિરૂદ્ધ કેટલીક ફરિયાદ મળી હતી. ખેડા આણંદમાં એક વ્યક્તિએ કોરોના સંક્રમિત પોતાની માતાની સારવાર આવા જ એક ડોક્ટર પાસે કરાવી હતી. ત્યારબાદ તેની માતાનું સ્વાસ્થ્ય વધુ ખરાબ થયું હતું. જો કે, સમય રહેતા તે વ્યક્તિએ તેની માતાની સારવાર સરકારી હોસ્પિટલમાં કરાવી અને તેની માતા સ્વસ્થ થઈ ગઈ હતી.

(11:57 pm IST)