Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

કપડવંજ તાલુકાના ધજાપુરા ગામે છેલ્લા એક વર્ષથી પીવાના પાણીની સમસ્યા સર્જાતા સ્થાનિક લોકોને હાલાકી

કપડવંજ : કપડવંજ તાલુકાના ધજાપુરા ગામમાં છેલ્લાં એક વર્ષથી પીવાના પાણીની વિકટ સમસ્યા છે. ગ્રામજનોને પીવાનું પાણી બે કિલોમીટર દૂરથી ટ્રેક્ટરમાં લાવવા માટેની મજબુરી સર્જાઇ છે. વિસ્તારમાં મોટાભાગે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો વસે છે. અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઇ વ્યવસ્થા થઇ નથી. 

કપડવંજ તાલુકામાં આવેલા ધજાપુરા ગામમાં રહેતા લોકો અને પશુધનને પાણીની વિકટ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર પાણી માટેની કોઇ પણ સરકાર યોજનાનો લાભ ધજાપુરા ગામને નથી મળી રહ્યો. ગામના લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે ઘરદીઠ ફાળો ઉઘરાવીને સંબંધિત તંત્ર સુધી પહોંચાડીને જમા કરાવી દેવામાં આવી છે. એક વર્ષથી પણ વધુ સમય થયો છતાં આજ સુધી પાણીની સમસ્યાનું નિરાકરણ થયું નથી. ગ્રામજનો દ્વારા સરકારને અને સંબંધિત વિભાગના અધિકારીઓને સુધી ઓનલાઇન માધ્યમથી રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ કોઇ ઉકેલ વ્વ્યો નથી. પોતાની પાણીની સમસ્યાનો જો આવનારા દિવસોમાં કોઇ સુખદ ઉકેલ નહીં આવે તો ગ્રામજનો દ્વારા ઉગ્ર દેખાવો કરવામાં આવશે તેમ પણ જાણવા મળે છે.

(6:58 pm IST)