Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

સુરતમાં 35 લાખના ચેક રિટર્નના કેસમાં અદાલતે આરોપીને એક વર્ષની સજાની સુનવણી કરી

સુરત: છ વર્ષ પહેલાં મિત્રતાના સંબંધમાં આપેલા રૃ.3.35 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપીને આજે એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ મિત્તલકુમાર આર.નાદપરાએ દોષી ઠેરવી એક વર્ષની કેદ, લેણી રકમ બે માસમાં ન  ચુકવે તો વધુ બે મહીનાની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.

વરાછા લંબે હનુમાન રોડ સ્થિત શાંતિવન સોસાયટીમાં રહેતા ફરિયાદી જીગ્નેશ લક્ષ્મણ બરવાડીયાને આરોપી પ્રદિપ મનસુખભાઈ પટોલીયા (રે.ફેબલ ફુડ પ્રોડક્ટ,ઉમરગામ જીઆઈડીસી, વલસાડ)ની સાથે મિત્રતાના સંબંધ હતા. જે દરમિયાન આરોપીને ધંધામાં નાણાંકીય અછત ઉભી થતાં ફરિયાદી પાસેથી મિત્રતાના નાતે રૃ3.35 લાખ દિવાળી પહેલાં એટલે કે તા.11-10-15ના સુધીમાં પરત આપવાની બાંહેધરી સાથે હાથ ઉછીના લીધા હતા. લેણી રકમના પેમેન્ટ પેટે લખી આપેલા ચેક પરત ફરતા કોર્ટમાં ફરિયાદ નોંધાવાઇ હતી. અંતિમ સુનાવણી બાદ કોર્ટે આરોપીને દોષી ઠેરવી જણાવ્યું હતું કે, આરોપીએ ફરિયાદપક્ષના પુરાવાને કે અનુમાનને ખંડન કરી પોતાના બચાવ કરવાનો પ્રયત્ન સુધ્ધાં કર્યો નથી.

(7:12 pm IST)