Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

રાજપીપળા નિવાસી BSF જવાન નિલેશ વસાવા નિવૃત થઈ વતન પરત આવતા ભવ્ય સ્વાગત કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપલા શહેર કન્યા શાળા પાછળના વિસ્તારમાં રહેતા નિલેશભાઈ વસાવા બી.એસ.એફ માં સોલા બટાલિયન માં ફરજ બજાવતા હોય તેઓ વય નિવૃત થતા પોતાના વતન રાજપીપળા માં આવતા આ જવાનનું ફળિયાના રહીશો અને મિત્રોએ ભવ્ય સ્વાગત કર્યું હતું, નિલેશભાઈ વસાવા એ તેમની લશકરી ફરજ દરમ્યાન જમ્મુ કાશ્મીર, આશામ સહિતની બોર્ડર ઉપર ફરજ બજાવી હતી,વય મર્યાદા ના કારણે બી એસ એફ માંથી રિટાયર્ડ થઈ આજે ઘરે પરત ફરતા તેમના વિસ્તાર ના લોકો એ ઢોલ નગારા સાથે એમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

(11:31 pm IST)