Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

ગભાણા બ્રીજ પાસે એસટી બસના ચાલકે એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા ચાલકને ઇજા થતા ફરીયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા ના ગરુડેશ્વર તાલુકાના ગભણા ગામ પાસે એસ ટી બસે એકટીવા ગાડી ને અદફ્તમાં લેતા એક્ટિવા ચાલકને ઇજાઓ થાય બાદ બસ ચાલક બસ મૂકી ફરાર થતા કેવડિયા ટ્રાફીક પોલીસ સ્ટેશન ફરિયાદ નોધાઇ છે
પ્રાપ્ત માહિતી મુજબ એસટી બસ નંબર GJ-18-Z- 0700 તારીખ 2 જુલાઈએ પુર ઝડપે હંકારી લાવી નરેશ ભાઇ સાકળભાઇ તડવી (રહે.કેવડીયા,નિચલુ ફળિયું) ની એક્ટીવા મોટર સાયકલ નંબર GJ 22- M5801 સાથે એક્સિડન્ટ કરી ગંભીર ઇજાઓ કર્યા બાદ ઘટના સ્થળ પરથી બસ ચાલક બસ મૂકી ફરાર થઈ જતા આ બાબતે ઇજાગ્રસ્ત પ્રદીપભાઈ વિક્રમભાઈ તડવી એ કેવડિયા ટ્રાફીક પોલીસ ટેશનમાં ફરીયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:29 pm IST)