Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

સુરતના લિંબાયત વિસ્તારમાં ધો-10નો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ મળતા ખળભળાટ : શાળાને બંધ કરી દેવાઈ

પાલિકા સંચાલિત સુમન સ્કૂલમાં ધોરણ-10નો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ : અન્ય વિદ્યાર્થીઓના ટેસ્ટ કરી આખી શાળા બંધ કરાવવા નિર્ણય

સુરતના લિંબાયતની એક શાળામાં એક વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા શાળા તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવી હતી.

  મળતી માહિતી અનુસાર આજે ટેસ્ટ દરમિયાન સુરતના લિંબાયતમાં પાલિકા સંચાલિત સુમન સ્કૂલમાં ધોરણ-10નો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો હતો. એક વિદ્યાર્થી નો રિપોર્ટ પોઝિટિવ આવતા પાલિકાએ આખી સ્કૂલ બંધ કરાવી છે. શહેરની કોઇ પણ શાળામાં એક વિદ્યાર્થી પણ પોઝિટિવ આવશે તો તમામ વિદ્યાર્થીઓના ટેસ્ટ કરી આખી સ્કૂલ બંધ કરાવવાનો નિર્ણય લેવાયો છે.

(1:25 pm IST)