Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

ઊર્જા ક્ષેત્રે અગ્રેસરતાઃ દેશમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં ખેડૂતોને વીજ બિલની ઇલેક્ટ્રિસિટી ડ્યૂટીમાંથી માફી અપાઇ

ગ્રામોદ્ધારનું ગાંધીજીનું સ્વપ્ન સાકાર કરવાની દિશામાં ગુજરાત સરકારની અજોડ ઉપલબ્ધિ એટલે જ્યોતિગ્રામ યોજના. તારીખ 3 સપ્ટેમ્બર 2003 ના રોજ એનો અમલ શરૂ થયો અને આજે ગ્રામ વિકાસનું ચાલકબળ બની

રાજકોટઃ હું જે કાંઈ બોલું છું અને આપ જે સાંભળો છો એમાં સામાન્ય શું છે? કોના દ્વારા શક્ય છે ? સવાલ બે છે પરંતુ જવાબ એક છે, ઊર્જા.....

 આપણા જીવનમાં આપણે સવારે જાગીએ અને ઘરમાં અજવાળાં કરીએ ત્યારથી લઈને સૂઈ જઈએ ત્યારે પણ કામ કરતાં પંખા અને એરકન્ડીશનર સાથે ઊર્જા જોડાયેલી છે. આમ ઊર્જા આપણા જીવનનું અભિન્ન અંગ છે. ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ઊર્જા વિકાસક્ષેત્રે વૈવિધ્યપૂર્ણ અનેક યોજનાઓનું અમલીકરણ થઈ રહ્યું છે અને ઊર્જા વિકાસ ક્ષેત્રે નૂતન સિદ્ધિઓ હાંસલ થઈ રહી છે.

 રાજ્યના સર્વાંગી વિકાસમાં ઊર્જા વિભાગની મહત્ત્વપૂર્ણ કામગીરી છે. ઊર્જા અને એના વિવિધ પ્રકારો વિના આપણું જીવન હવે અધૂરું છે. વીજળીની મહત્તાને ધ્યાને લઈને, ગુજરાતમાં ઊર્જા વિકાસ ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી થઈ છે...

રાજ્યની પ્રગતિના મૂળમાં છે ઊર્જા વિકાસ

ઊર્જા દ્વારા અજવાળાં મળે છે, ઊર્જા દ્વારા નાના સ્વરોજગાર અને મોટા ઉદ્યોગગૃહો કાર્યાન્વિત થાય છે, ઊર્જા દ્વારા રોજગારી પ્રાપ્ત થાય છે, ઊર્જા થકી સિંચાઈ પણ થાય છે, ઊર્જા દ્વારા માનવ જીવનમાં ગતિ આવે છે. શિક્ષણ, આરોગ્ય, કૃષિ-પશુપાલન જેવા તમામ વિભાગોના કાર્યોમાં, યોજનાઓના અમલીકરણમાં ઊર્જા ક્ષેત્રનું મહત્ત્વનું પ્રદાન છે. આથી પરંપરાગત ઊર્જા ઉપરાંત સૌર ઊર્જા, પવન ઊર્જા અને રૂફટોપ સોલાર સિિસ્ટમના ત્રિવિધ બિન પરંપરાગત ઊર્જા સ્રોતનો ગુજરાતમાં મોટા પાયે ઉપયોગ થઈ રહ્યો છે. ક્ષેત્રે વિકાસમાં ગુજરાત દેશ આખામાં ઊંચાઈઓ સર કરી રહ્યું છે. વીજળી ક્ષેત્રે ગત વર્ષે લેવાયેલા મહત્ત્વના નિર્ણય અનુસાર રાજ્યના ઘરવપરાશ, ધંધાકીય તેમજ ખેતીવાડી હેતુનાં જોડાણોની ભરપાઈ કરવાની બાકી નીકળતી રકમ ભરવામાંથી રાહત આપતી માફી યોજના અમલમાં મૂકતા સાડા લાખ ઉપરાંત વીજ ગ્રાહકોને લાભ મળ્યો છે. દેશમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં ખેડૂતોને વીજ બિલની ઇલેક્ટ્રિસિટી ડ્યૂટીમાંથી માફી આપવામાં આવી છે. ગ્રામોદ્ધારનું ગાંધીજીનું સ્વપ્ન સાકાર કરવાની દિશામાં ગુજરાત સરકારની અજોડ ઉપલબ્ધિ એટલે જ્યોતિગ્રામ યોજના. તારીખ 3 સપ્ટેમ્બર 2003 ના રોજ એનો અમલ શરૂ થયો અને આજે ગ્રામ વિકાસનું ચાલકબળ બની ચૂકી છે યોજના. યોજનાનો હેતુ ગ્રામીણ વિસ્તારના ખેતીવાડી સિવાયના સર્વ ગ્રાહકોને 24 કલાક થ્રી ફેઈઝ વીજ પુરવઠો પૂરો પાડવાનો છે . વીજળીની ઉપલબ્ધતા અને ગુણવત્તા, બંનેમાં વધારો થયો છે. ૧૮,૦૦૦ ગામડાંને ચોવીસ કલાક વીજળી મળી રહી છે. એક સમયે ઊર્જાની અછત અનુભવતું ગુજરાત સરકારના દૂરંદેશિતાભર્યા પગલાંને પરિણામે આજે પાવર સરપ્લસ રાજ્ય બન્યું છે.

ઊર્જા વિકાસની ઝલક...

>             છેલ્લાં પાંચ વર્ષમાં જીએસઈસીએલ દ્વારા સિક્કા- અને , ધુવારણ યુનિટ-, વણાકબોરી યુનિટ-, ધુવારણ સૌર ઊર્જા, સિક્કા સૌર ઊર્જા અને પાનંધ્રો એગ્રી સૌર ઊર્જા પ્રોજેક્ટ હેઠળ રૂા. ૯૮૨૧.૫૫ કરોડના ખર્ચે કુલ ૧૮૨૮ મેગાવૉટ વીજઉત્પાદન ક્ષમતા ધરાવતાં વિવિધ યુનિટોની સ્થાપના કરવામાં આવી છે.

>             ઉકાઈ યુનિટ- અને વણાકબોરી યુનિટ-૩ની કાર્યદક્ષતા સુધારવાના પગલે વીજઉત્પાદનમાં ખર્ચમાં આશરે .૪૬ પ્રતિ યુનિટનો ઘટાડો...

>             વાતાવરણમાં કોલસાના વપરાશથી થતા પ્રદૂષણની માત્રામાં ઘટાડો કરવાના ભાગરૂપે રૂા. ૧૫૭ કરોડના ખર્ચે ઉકાઇ અને વણાકબોરી વીજમથકના કુલ યુનિટોના ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસીપિટેટરના આધુનિકીકરણ અને નવીનીકરણનું કાર્ય પૂર્ણ...

>             ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા છેલ્લાં પાંચ વર્ષમાં નમૂનેદાર કામગીરી કરાઈ છે અને તેના પગલે સમગ્ર રાજ્યમાં ઊર્જા ક્ષેત્રે નેત્રદીપક સિદ્ધિ હાંસલ કરાઈ છે.

>             વિશ્વના સૌથી મોટા પુનઃપ્રાપ્ય ઊર્જા પાર્ક ખાવડા (કચ્છ) ખાતે ૩૩૨૫ મેગાવૉટ રિન્યૂએબલ ઊર્જા પ્રોજેક્ટના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા ૬૬૫૦ હેક્ટર જમીન ફાળવવામાં આવી...

>             રાધાનેસડા ખાતે x ૧૦૦ મેગાવૉટ વીજ ક્ષમતા ધરાવતા સૌર ઊર્જા વીજમથકને રૂા. ૮૧૦ કરોડના ખર્ચે સ્થાપિત કરવાની કામગીરી પ્રગતિમાં...

>             ગાંધીનગર વીજ મથક ખાતે રૂા. .૧૮ કરોડના ખર્ચે વહીવટી ઓફિસમાં 150TR એરકન્ડિશનિંગ પ્લાન્ટની સ્થાપના કરી સોલાર થર્મલ પ્લાન્ટની ઊર્જાથી કાર્યાન્વિત ...જે દેશમાં કૅપેસિટીનો પ્રથમ પ્રોજેક્ટ...

>             જીએસઈસીએલ કંપનીની છેલ્લાં પાંચ વર્ષમાં નમૂનેદાર કામગીરીની ઝલક...

>             રાજયમાં સામાજિક અને આર્થિક વિકાસ માટે જરૂરી માપદંડ એવી માથાદીઠ વીજ વપરાશ વર્ષ ૨૦૧૫-૧૬ માં સરેરાશ ૯૧૦ યુનિટ હતો, જે વર્ષ ૨૦૨૦-૨૧ માં વધીને ૨૨૨૫ યુનિટ થયો...

>             જીએસઇસીએલને ૫૦૦ મે.વૉ.થી નીચે વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવતી શ્રેણીમાં મહત્તમ ફ્લાય એશ યુટિલાઇઝેશન માટે મિશન એનર્જી ફાઉન્ડેશન, નવી દિલ્હી દ્વારા રાષ્ટ્રીય સ્તરે રનર્સ-અપ એવોર્ડ, વર્ષ૨૦૧૬-૧૭ માટે ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશનને રાષ્ટ્રીય કક્ષાએ ‘‘ક્લીન જનરેટર’’ કેટેગરી માટે પ્રથમ ઇનામ, વર્ષ ૨૦૧૮માં પ્રદૂષણ નિયંત્રક પ્રણાલિઓ માટે ઉકાઇ વીજમથકને બ્રોન્ઝ અૅવૉર્ડ ઉપરાંત ઉકાઇ, ગાંધીનગર, વણાકબોરી, સિક્કા અને ઉતરાણ વીજમથકોને કુલ મેરિટ અૅવૉર્ડ.

>             ઉકાઇ વીજમથક અને સિક્કા વીજમથક નેભારતના પ્રથમ ૨૦ એનર્જી પ્રોજેકટમાં ક્વૉલિફાય થવા બદલઓર્ડર ઓફ મેરિટઅૅવૉર્ડ, ઉકાઇ અને ગાંધીનગર વીજમથકોને મિશન એનર્જી ફાઉન્ડેશન આયોજિત Power Plant Performance Conference – Expo Awards 2018 દરમ્યાન “Power Plant Performance –2018 Coal” કેટેગરી માટે ટ્રોફી આપવામાં આવી છે...

>             વર્ષ ૨૦૧૯-૨૦ દરમ્યાન જીએસઇસીએલના વીજમથકો દ્વારા અત્યાર સુધીનું સર્વાધિક ૧૪૫% ફ્લાય એશ યૂટીલાઇઝેશન, તા. //૨૧ ના રોજ ૧૧૫.૯૧ મિલિયન યુનિટ્સ વીજ ઉત્પાદન મેળવવામાં આવ્યું છે, જે અત્યાર સુધીનું દૈનિક ધોરણે સર્વાધિક છે.વર્ષ ૨૦૧૭-૧૮ ના સમયગાળા દરમ્યાન જીએસઇસીએલનાં વીજમથકો દ્વારા ૮૬.૨૫% પ્લાન્ટ અવેલિબિલીટી ફેક્ટર હાંસલ કરવામાં આવ્યો છે જે અત્યાર સુધીનું સર્વાધિક છે.

રીતે વીજપ્રવહન ક્ષેત્રે પણ ગુજરાતે પ્રશસ્ય કામગીરી કરી છે...

>             આદિજાતિ વિસ્તારને વિશેષ ધ્યાન આપી જેટકો(GETCO)દ્વારા છેલ્લાં પાંચ વર્ષ દરમ્યાન ૧૧૧ નવીન સબસ્ટેશનો રૂ.૯૮૨ કરોડના ખર્ચે સ્થાપિત કરાયાં... દરિયાકાંઠા વિસ્તારને વિશેષ ધ્યાન આપી સાગરખેડુ યોજના હેઠળ જેટકો દ્વારા છેલ્લાં પાંચ વર્ષ દરમ્યાન ૮૫ નવીન સબસ્ટેશનો રૂ.૧૦૫૦ કરોડના ખર્ચે સ્થાપિત કરાયાં...

છેલ્લાં પાંચ વર્ષ દરમ્યાન મહત્ત્વની નવી યોજનાની વિગત

>             ખેડૂતો દ્વારા છેલ્લા કેટલાક સમયથી દિવસે વીજળી આપવાની માંગ સંતોષવા ગુજરાત સરકાર દ્વારા એક નવીન અભિગમ અપનાવીકિસાન સૂર્યોદય યોજનાઅમલમાં મૂકવામાં આવી છે. યોજના હેઠળ ખેડૂતોને ખેતીવાડી ફીડર પર દિવસ દરમ્યાન સવારે .00 થી રાત્રીના .00 વાગ્યા સુધી વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે... યોજના હેઠળ અત્યાર સુધી રૂ.૪૪૧ કરોડના ખર્ચે ૨૮૪.૫૦ સર્કીટ કિ.મિ. નવીન વીજરેસાનું નિર્માણ કરવામાં આવ્યું છે.

>             નાગરિકોને વીજબીલમાં રાહત મળે તે માટે રૂફટોપ સિિસ્ટમનો અમલ કરવામાં આવ્યો છે. સોલાર રૂફટોપ લગાવવામાં દેશમાં ગુજરાત પ્રથમ નંબરે છે.

>             નાના તેમજ મધ્યમ વર્ગના વીજ ગ્રાહકોને વીજ બીલમાં રાહત આપવાના હેતુથી અને રહેણાક ક્ષેત્રે સોલાર રૂફ ટોપનો વ્યાપ વધારવા સૂર્ય ઊર્જા રૂફ ટોપ યોજના ('સૂર્ય-ગુજરાત') શરૂ કરવામાં આવી છે. યોજના અંતર્ગત રહેણાક હેતુના ,૯૮,૧૬૩ વીજ ગ્રાહકોને ત્યાં સોલાર રૂફ ટોપ સિસ્ટિમ લગાડવા આવી છે, જેની કુલ એકત્રિત ક્ષમતા ૭૫૭.૯૦ મેગાવૉટ છે.

>             છેલ્લાં વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. ૪૬૦૦ કરોડના ખર્ચે ૨૯૮૩ ફિડરોમાં ૭૦૪૫૩ કિ.મિ. વીજ વાયરો અને આનુષાંગિક ઉપકરણો બદલવામાં આવ્યાં... ૬૫૯ ખેતીવિષયક ફિડરોનાં વિભાજનની કામગીરી

>             ગ્રીન એનર્જીને ઉત્તેજન આપવા સૂર્યશક્તિ કિસાન યોજના (સ્કાય)/(SKY) વર્ષ ૨૦૧૮માં જાહેર કરાઈ છે. યોજના હેઠળ હાલની સ્થિતિએ કુલ ૯૩ ફિડરના ૪૪૪૫ ખેડૂતોને ત્યા સોલાર સિસ્ટિમ કાર્યાન્વિત કરવામાં આવી છે. જેની કુલ એકત્રિત ક્ષમતા ૧૦૧ મે.વૉ. છે.

રિન્યૂએબલ ઊર્જા ક્ષેત્રને લગતી માહિતી :-

>             રિન્યૂએબલ ઊર્જા ક્ષમતામાં વધારો કરવા તેમજ એનર્જી-બાસ્કેટમાં રિન્યૂએબલ ઊર્જાનો મહત્તમ ફાળો વધારવા માટે ગુજરાત હંમેશાં અગ્રેસર રહ્યું છે.

>             ગુજરાત ૩૨ ગિગાવૉટની સ્થાપિત વીજક્ષમતા ધરાવતું ‘Power Sufficient’ રાજ્ય છે, જેમાં આશરે ૧૩ ગિગાવોટ ક્ષમતા રિન્યૂએબલ ઊર્જા છે.

>             છેલ્લાં 5 વર્ષ દરમિયાન રાજ્યની કુલ સ્થાપિત વીજક્ષમતા ૨૫૧૯૨ મેગાવૉટ (૨૦૧૬માં) થી વધીને ૩૨૮૬૦ મેગાવૉટ (૨૦૨૧માં) થઈ છે.

>             રાજ્યમાં છેલ્લાં વર્ષ દરમિયાન ૭૬૪૬ મે.વૉ. રિન્યૂએબલ ઊર્જા ક્ષમતાનો વધારો થયો છે...

>             ગુજરાત ૨૮,000 મે.વૉ.ની ક્ષમતા ધરાવતુંવિશ્વનું સૌથી મોટું રિન્યૂએબલ ઊર્જા પાર્કવિકસાવી રહ્યું છે, જ્યાં રિન્યૂએબલ ઊર્જા જેમ કે સૌર ઊર્જા(સોલર) / પવન ઊર્જા (વિન્ડ) / વિન્ડ-સોલર હાઇબ્રિડ પ્રોજેક્ટ્સ વિકસિત કરવામાં આવશે.

>             પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા ગામે વર્ષ-૨૦૧૧ માં તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશનો સૌપ્રથમ એવો ગુજરાત સોલાર પાર્ક-ચારણકા ૨૧૫ મેગાવૉટની ક્ષમતા સાથે સ્થાપવામાં આવ્યો હતો. સોલાર પાર્કની ક્ષમતામાં વધારો કરી તેને ૭૩૦ મેગાવૉટ સુધી લઇ જવામાં આવ્યો છે.

>             ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વાવમાં રૂ. ૨૫૦ કરોડના ખર્ચે ૪૦૦ મેગાવૉટના સોલાર પ્રોજેક્ટ ટૂંક સમયમાં કાર્યાન્વિત થશે.

>             અમદાવાદ જિલ્લાના ધોલેરા ખાતે દરિયાઈ ખારી જમીનમાં ૧૦૦૦ મેગાવૉટનું યુનિટ સ્થપાશે.

>             ગુજરાત દ્વારા દેશનો સૌપ્રથમ એટલે કે, અંદાજે રૂ. ,૫૦,૦૦૦ કરોડના રોકાણની ક્ષમતા ધરાવતો વિશાળ અલ્ટ્રામેગા સોલાર પાવર પાર્કનું કચ્છ જિલ્લાના ખાવડા ગામ નજીક રણ વિસ્તારની ખરાબાની ૫ડતર/બિનઉ૫જાઉ ૭૨,૪૦૦ હેકટર જમીનમાં આંતરરાષ્ટ્રીય સરહદ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ-વિઘાકોટની પોસ્ટ નજીક આયોજન કર્યું છે.

>             પાર્કની ૫૦% રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટ ક્ષમતા ડિસેમ્બર-૨૦૨૪ સુધીમાં અને ૧૦૦% રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટ ક્ષમતા ડિસેમ્બર-૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.

>             મોઢેરા સૂર્યમંદિર અને મોઢેરા નગરને સતત ૨૪ કલાક અને અઠવાડિયાના સાત દિવસ (૨૪X) સૂર્ય ઊર્જા મળી રહે, તે માટે રૂ. ૬૯ કરોડના ખર્ચે પ્રોજેક્ટનું કામ લગભગ પૂર્ણ કરવામાં આવ્યું છે.

રાજયની વીજ કંપનીઓની શ્રેષ્ઠ કામગીરીને પ્રાપ્ત થયેલા અૅવૉર્ડની વિગત

>             ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ તેમજ તેને અંતર્ગત કાર્યરત વીજ ઉત્પાદન કરતી ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પો. લિ.નાં વિવિધ પાવર સ્ટેશનો, વીજ પ્રવહન સંભાળતી કંપની જેટકો, ચારેય વીજ વિતરણ કંપનીઓ - ડી.જી.વી.સી.એલ, એમ.જી.વી.સી.એલ, પી.જી.વી.સી.એલ.અને યુ.જી.વી.સી.એલ. તેમજ અન્ય સંસ્થાઓ જેમ કે એસ.એલ.ડી.સી. અને જીપીઆરડીસેલને કુલ ૧૨૭ જેટલા રાષ્ટ્રીય કક્ષાના વિવિધ અૅવૉર્ડ અને પુરસ્કાર પ્રાપ્ત થયા છે.

>             ઉપરાંત, ભારત સરકારના ઊર્જા મંત્રાલય નવી દિલ્હી દ્વારા હાથ ધરાતા એન્યુએલ ઇન્ટિગ્રેટેડ રેટિંગ ઓફ સ્ટેટ ડિસ્ટ્રિબ્યુંશન યુટિલિટીઝના દરેક વર્ષમાં રાજ્યની ચારેય વીજ વિતરણ કંપનીઓ - ડી.જી.વી.સી.એલ, એમ.જી.વી.સી.એલ, પી.જી.વી.સી.એલ.અને યુ.જી.વી.સી.એલ. ને સંચાલન અને આર્થિક કામગીરીની શ્રેષ્ઠ ક્ષમતા બદલ પ્લસરેટિંગ પ્રાપ્ત થયું છે.

પેટ્રોલિયમ ક્ષેત્ર (GSPC)ને લગતી માહિતી

>             GSPC ગ્રૂપની સીટી ગેસ વિતરણ (CGD) કંપનીઓ (ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ) દ્વારા ગુજરાતના નાગરિકોની સુવિધાને ધ્યાને લઈ છેલ્લાં વર્ષમાં, નવા 338થી વધુ સીએનજી સ્ટેશનો ઊભાં કરવામાં આવ્યાં છે. જેથી 5 લાખ કરતાં વધુ વાહનચાલકો ને CNG ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. નવા 5.81 લાખથી વધુ ઘરેલુ ગ્રાહકોને પાઇપલાઇન દ્વારા ઘરેલુ જોડાણ, નવા 1,199થી વધુ લઘુ અને મધ્યમ કદના ઔદ્યોગિક ગ્રાહકોને પાઇપલાઇન દ્વારા જોડાણ, નવા 1,570 થી વધુ કોમર્શિયલ અને નોન કોમર્શિયલ ગ્રાહકોને પાઇપલાઇન દ્વારા જોડાણ તથા 16,195 કિ.મિ. વધુ ગેસ પાઇપલાઇન નેટવર્કનું વિસ્તરણ કરવામાં આવ્યું.

>             બીપીએલ તથા અતિ અંત્યોદય લાભાર્થીને ફક્ત રૂપિયા ૧૧૮ માં નવું પીએનજી ઘરેલુ કનેક્શન આપવામાં આવે છે. યોજનામાં લગભગ ,૮૦૬ લાભાર્થીઓને પીએનજી ઘરેલુ કનેક્શન આપવામાં આવ્યા છે. પીએનજી-એલપીજી સહાય યોજના અંતર્ગત ગ્રાહકને વિનામૂલ્યે ગેસનો ચૂલો આપવામાં આવે છે.

>             બે દાયકા પહેલાં ઊર્જાની અછત હતી, પરંતુ રાજ્ય સરકારના અનેકવિધ દૂરંદેશીભર્યાં પગલાંને પરિણામે આજે ગુજરાત પાવર સરપ્લસ રાજય બન્યું છે. બિનપરંપરાગત ક્ષેત્રે ઊર્જા વિકાસમાં સોલાર અને વિન્ડ્સ એનર્જીની પૉલિસી પછી બાયોમાસ એનર્જીની પૉલિસી તૈયાર કરીને અમલમાં મૂકનારું ગુજરાત પ્રથમ રાજય છે. ઊર્જા ક્ષેત્રે રાજયમાં અદ્ભુત કામગીરી થઈ છે અને શ્રેષ્ઠ પરિણામો હાંસલ થયાં છે.

ઊર્જા ક્ષેત્રે લેવામાં આવેલા જનહિતલક્ષી નિર્ણયો 

>             કૃષિ વિષયક વીજ ગ્રાહકોને વીજદરમાં રૂ. ૧૪૨.૫૦ પ્રતિ .પી.નો ઘટાડો. રાજ્યના લાખ ખેડૂતોને રૂ. ૭૭.૬૦૬ કરોડ પ્રતિવર્ષ વધારાની સબસિડીનો લાભ.

>             વણાકબોરી થર્મલ પાવરસ્ટેશન ખાતે ૮૦૦ મેગાવૉટ વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવતા કોલસા આધારિતસુપર ક્રિટિકલવીજમથક તેની પૂર્ણક્ષમતાએ કાર્યાન્વિત કરાયો.

>             રાજ્ય સરકાર દ્વારા ૪૪૦ કેવીના ૧૬,૨૨૦ કેવીના ૧૦૫, ૧૩૨ કેવીના ૫૭, ૬૬ કેવીના ૧૮૪૫ અને ૩૩ કેવીના એમ કુલ ૨૦૨૪ સબસ્ટેશનો કાર્યાન્વિત કરવામાં આવ્યાં છે.

>             રાજ્ય સરકાર દ્વારા ચાર વર્ષમાં ૩૫૬ નવાં સબસ્ટેશનોનું નિર્માણ. ૧૦, ૧૪૨ સર્કીટ કિલોમિટર વીજ રેષાઓ સ્થાપિત કરવામાં આવી છે.

>             સૌરઊર્જા તથા પવન ઊર્જાને ગુજરાતના પ્રવહન નેટવર્કમાં જોડાણ ઉત્તર ગુજરાતમાં ૪૦૦ કેવી વેલોડા સબસ્ટેશન, કચ્છ જિલ્લામાં ૨૨૦ કેવી ભાચુડા સ્ટેશન કાર્યાન્વિત.

>             ગુજરાત રાજ્યમાં પ્રથમ GIS (ગેસ ઇન્સ્યુલેટેડ સબસ્ટેશન) અમદાવાદ જિલ્લાના સાણંદમાં ૪૦૦ કેવીનું સબસ્ટેશન કાર્યાન્વિત. ભારતના ઓટોહબ ગણાતા સાણંદ વિસ્તારના ઓટોમોબાઇલ ઉદ્યોગોને ઉચ્ચ ગુણવત્તા સભર વીજપુરવઠો ઉપલબ્ધ.

>             રાજ્યના કાયમી ધોરણે બંધ થયેલા વીજ જોડાણોવાળા ગ્રાહકો /બિનગ્રાહકોના બાકી લ્હેણાની વસૂલાત માટે માફી યોજના. કુલ ૩૫ લાખ વીજગ્રાહકો - બિનગ્રાહકોને રાહત પેટે રૂ. ૩૪૪.૬૪ કરોડ જેટલી માતબર રકમની માફી આપવામાં આવી છે.

>             રાજ્યના તમામ LT/HT વીજજોડાણ ધરાવતા વીજગ્રાહકોને વીજબીલમાં ફિક્સ્ડ/ડિમાન્ડ ચાર્જ ભરપાઈ કરવામાંથી મુક્તિ. – LT Industries રૂ. ૧૦૯.૭૯ કરોડ તથા HT Industries રૂ. ૩૪૯.૮૮ કરોડની રાહત.

>             રૂ. ૭૭૩૯.૮૩ કરોડના ખર્ચે ,૭૯,૦૮૦ કૃષિ જોડાણો.

>             ઝૂંપડા વીજળી કરણયોજના : ૯૬.૧૯ કરોડના ખર્ચે ,૮૪,૭૨૫ ઝૂંપડાઓનું વીજળીકરણ

>             કુટીર જ્યોતિ યોજના અંતર્ગત રૂ. ૨૪.૩૩ કરોડના ખર્ચે ૫૬,૧૧૮ ઘરોને વપરાશનાં વીજજોડાણો.

>             કિસાન હિત ઊર્જાશક્તિ યોજના –(ખુશી) : ખેડૂતો માટે વીજળીની ઉપલબ્ધતા બની સરળ. નાની ક્ષમતાના ૨૯૨૫૭ ટ્રાન્સફોર્મર રૂ. ૩૪૫.૧૭ કરોડના ખર્ચે કાર્યાન્વિત.

>             દરિયાકાંઠાના વિસ્તારોમાં સાગરખેડુ સર્વાંગી વિકાસ યોજના હેઠળ વીજપ્રવહન તેમજ વીજવિતરણ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક બન્યું સુદૃઢ. ૪૭,૫૫૬ કૂવાનું વીજળીકરણ, રૂ. ૧૪૪૧.૩૨ કરોડના ખર્ચે ૫૮ નવાં સબસ્ટેશનોનું નિર્માણ.

>             સોલારપાવર પૉલિસી હેઠળ ૧૯૨૫. મેગાવૉટ ક્ષમતાનો વધારો. જે પૈકી સોલર રૂફટોપ પ્રોજેક્ટની સ્થાપિત ક્ષમતા ૬૧૧.૪૨ મેગાવૉટ છે. જે સમગ્ર દેશમાં સૌથી વધુ છે.

>             વિન્ડપાવર પૉલિસી અંતર્ગ રાજ્યમાં ૩૫૯૪. મેગાવૉટ ક્ષમતાનો વધારો. કુલ સ્થાપિત ક્ષમતા ૭૫૨૩ મેગાવૉટ છે.

>             સૂર્યશક્તિ કિસાન યોજના : ખેડૂતો પોતાના ખેતરમાં સૌર ઊર્જા ઉત્પાદિત કરી શકે, વાપરી શકે તેમજ બચત થયેલી વીજળી ગ્રીડમાં વેચી શકે છે અને વધારાની આવક મેળવી શકે છે. કુલ ૮૧ ફિડરો યોજના હેઠળ કાર્યાન્વિત થયેલાં ૩૪૩૩ ખેતી વિષયક જોડાણોમાં સોલાર સિસ્ટિમનું નિર્માણ.

>             સોલાર રૂફટોપ : ગુજરાત સમગ્ર દેશમાં સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપવામાં પ્રથમ ક્રમે. .૨૭ લાખ સોલાર રૂફટોપ સિસ્ટિમથી ૬૯૧ મેગાવૉટનું ઉત્પાદન.

>             રાજ્યમાં આવેલ ખરાબાની વિશાળ જમીનમાં વિશાળ સોલર પાર્ક સ્થાપવા માટે રાજ્ય સરકાર દ્વારા સોલારવિન્ડ હાઈબ્રિડ પૉલિસી.

>             હયાત કૃષિ વિષયક વીજજોડાણમાં બે મોટર વાપરવાની છૂટ.

>             એક સર્વે નંબરના આઠ એકર જમીન ધરાવતા ખેડૂતોને બીજું ખેતી વિષયક વીજજોડાણ

>             ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ : નવા એલ.ટી. – એચ.ટી. ઔદ્યોગિક વીજકનેકશન આપવા માટે ફક્ત બે દસ્તાવેજોની આવશ્યકતા.

>             એચટી વીજજોડાણ માટે KVA મુજબના ફિક્સ ચાર્જિસ : એચટી વીજગ્રાહકોને નવાં વીજકનેકશન લેવામાં અથવા હયાત વીજ કનેકશનમાં લોડ વધારો કરવા માટેના ચાર્જીસ ફિક્સ. આનાથી એચટી વીજગ્રાહકોને વીજકનેકશન મેળવવામાં લાગતા સમયમાં ઘટાડો થશે.

>             હોટલ અને રેસ્ટોરન્ટને લાગુ ૨૫ ટકા વીજકરમાં ઘટાડો એલ.ટી. ગ્રાહકોને ૧૦ ટકા અને એચ.ટી. ગ્રાહકોને ૧૫ ટકા વીજકરથી ગુજરાતની જનતાને રૂ. ૪૦.૦૦ કરોડની રાહત.

>             વીજ કર માફીની અરજી પ્રક્રિયા ઓનલાઇન. પાત્રતા ધરાવતાં એકમોને ૨૪ કલાકમાં વીજ કર માફી આપતું દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત.

>             ૯૫૦૦ કિ.મી.થી વધુ ગેસ પાઇપલાઇન નેટવર્કનું વિસ્તરણ.

>             રાજ્ય સરકાર દ્વારા રિન્યૂએબલ એનર્જી પાર્ક સ્થાપિત કરવા માટે સરકારી પડતર જમીન ભાડાપટ્ટેથી ફાળવવાનો નિર્ણય. જેના થકી આગામી દસ વર્ષમાં આશરે ત્રીસ હજાર મેગાવૉટ સ્થાપિત ક્ષમતાનો વધારો થશે. પ્રોજેક્ટથી રાજ્યને રૂ. ૧૨,૫૦૦ કરોડ જેટલું નવું મૂડીરોકાણ પ્રાપ્ત થશે.

>             આગામી સમયમાં વધતી જતી ઊર્જાની માંગને પહોચી વળવા તેમજ પર્યાવરણની જાળવણી માટે બિનપરંપરાગત ઊર્જાસ્રોત મારફતે ગ્રીન એન્ડ ક્લીન એનર્જી ઉત્પન્ન કરવાના લાંબાગાળાનું સરકારનું આયોજન. ગુજરાતની રિન્યૂએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતા ૮૮૮૫ મેગાવૉટ છે. વર્ષ ૨૦૨૨ સુધીમાં ૩૦,૦૦૦ મેગાવૉટ સુધી લઇ જવા માટે હાઇબ્રિડ પૉલિસીનું નક્કર આયોજન કરવામાં આવ્યું છે. જેમાંથી ૨૦ હજાર મેગાવૉટનો ગુજરાતમાં ઉપયોગ કરવામાં આવશે અને ૧૦ હજાર મેગાવૉટ વીજળી અન્ય રાજયોમાં પહોચાડવામાં આવશે.

>             ગુજરાત રાજ્યે પહેલી વાર માન્ય બળતણ અંગેનું જાહેરનામું બહાર પાડવાનો નિર્ણય. જેમાં ૧૬ પ્રકારનાં વિવિધ બળતણોને માન્યતા આપવામાં આવી છે.

>             ખેડૂતોને વીજબિલમાં સબસિડી આપવા રૂ. ૮૪૧૧ કરોડની જોગવાઈ.

>             તમામ ગ્રામ પંચાયતોનાં વૉટર વર્કસ માટે વિનામૂલ્યે વીજળી પૂરી પાડવા રૂ.૭૩૪ કરોડની જોગવાઈ.

>             નવાં કૃષિ વિષયક વીજજોડાણો આપવા માટે રૂ.૪૦૦ કરોડની જોગવાઈ.

>             જેટકોનાં સબસ્ટેશનોની નજીકમાં આવતી સરકારી પડતર જમીનમાં તબક્કાવાર ,૫૦૦ મેગાવૉટ સૌર ક્ષમતાના પ્રોજેક્ટ માટે રૂ.૬૦૦ કરોડની જોગવાઈ.

>       આદિજાતિ, અનુસૂચિત જાતિના અને ઓછી આવક ધરાવતા પરિવારોને ઘર વપરાશનું વીજજોડાણ આપવા રૂ.૨૫ કરોડની જોગવાઈ. •

હિમાંશુ ઉપાધ્યાય

(4:53 pm IST)