Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

ગુજરાતનો ખેડૂત અને ખેતી બન્ને બન્યા સમૃદ્ધ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કૃષિક્ષેત્રને સમૃદ્ધ બનાવવા અને કિસાનની આવક બમણી કરવા સતત પ્રયાસો કરી રહ્યા છે, પરિણામે કૃષિ અર્થતંત્રના વિકાસની દિશામાં અનેક નૂતન ક્ષિતિજો ખુલીઃ કૃષિર્ધન્યા કૃષિ મેદ્યા, જન્તુનાં જીવનં કૃષિ

રાજકોટઃ કૃષિના ઋષિ તરીકે આપણે જેમને ઓળખીએ છીએ પરાશર મુની લિખિત શ્લોકનો ભાવાર્થ એવું કહે છે કે કૃષિ સંપત્તિ અને મેઘા પ્રદાન કરે છે, કૃષિ માનવજીવનનો આધાર છે.

કૃષિ માત્ર વ્યવસાય કે અનાજ ઉત્પાદન કરવાની કોઇ પદ્ધતિ નથી પરંતુ સમસ્ત વિશ્ના માનવ સમાજને ટકાવી રાખતી જીવનશૈલી છે, સંપૂર્ણ માનવ સમાજની અર્થ વ્યવસ્થાનો આધાર છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી કૃષિક્ષેત્રને સમૃદ્ધ બનાવવા અને કિસાનની આવક બમણી કરવા સતત પ્રયાસો કરી રહ્યા છે, પરિણામે કૃષિ અર્થતંત્રના વિકાસની દિશામાં અનેક નૂતન ક્ષિતીજો ખુલી રહી છે. કૃષિની સાથે જોડાયેલા છે બાગાયત અને પશુપાલનના વ્યવસાયો ગુણવત્તાયુક્ત અને ઉત્તમ પરિણામો ત્રણે ક્ષેત્રમાં મળે તો એક એક ખેડૂત સમૃદ્ધ થાય અને સરવાળે રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ થાય.

ગુજરાતમાં પણ ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. અંદાજે 27 લાખથી વધુ પરિવારો ખેતી કરે છે અને સમાજની અર્થ વ્યવસ્થામા પોતાનું પ્રદાન કરવા ઉપરાંત લોકોનું ભરણપોષણ પણ કરે છે. રાજ્યના ખેડૂતો ખેતીમાં આગળ વધે, પરંપરા નિભાવે અને આધુનિક અભિગમ પણ અપનાવે દિશામાં સતત પ્રયાસો થઇ રહ્યા છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની ખેડૂતોના સર્વાંગી કલ્યાણ માટે સતત કાર્યરત રાજ્ય સરકારે વીતેલા પાંચ વર્ષમાં ખેતી નિયામકની કચેરી હસ્તક અમલમાં મૂકેલી યોજનાઓની પ્રગતિ ઊડીને આંખે વળગે એવી છે અને એનો લાભ ગુજરાતના ખેડૂતોને મળતા તે સુવિધાથી યુક્ત અને આર્થિક રીતે મસૃદ્ધ થયો છે. ગુજરાતે છેલ્લા પાંચ વર્ષમાં હરિયાળીક્રાંતિનું નેતૃત્વ લીધું છે.

>             132208 ખેડૂતોને ટ્રેકટર ખરીદી માટે રૂ. 625.27 કરોડની સહાય અપાઇ.

>             150434 ખેડૂતોને કૃષિ યાંત્રિકરણ માટે વિવિધ ખેત ઓજારોની ખરીદી માટે રૂ. 429.17 કરોડની સહાય અપાઇ.

>             વાવાઝોડું, કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવી આકસ્મિક આફતોના સમયે 7742726 ખેડૂતોને રૂ. 8862.85 કરોડની સહાય પૂરી પાડવામાં આવી.

>             ખરીફ સીઝન 2016-17થી રાજ્યમાં અમલી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ 20.96 ખેડૂતો માટે રૂ. 5499.50 કરોડનું પ્રિમિયમ રાજ્ય સરકારે ચુકવ્યું.

>             રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ રૂ. 1120.94 કરોડનો ખર્ચ કરીને મહત્ત્વની યોજનાઓ અને પ્રોજેક્ટસનું અમલીકરણ કરાયું.

>             ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે અમલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આઠ હપ્તાની કુલ રકમ મળી રાજ્યના 58.87 લાખ લાભાર્થી ખેડૂત કુટુંબોને કુલ રૂ. 7950.73 કરોડની સહાય સીધી તેમના બેન્ક અકાઉન્ટમાં જમા કરવામાં આવી છે.

>             ખેતી માટે જરૂરી રાસાયણિક ખાતર ઉપલબ્ધ થાય તે માટે રાજ્યના ખેડૂતોને રૂ. 25440 કરોડની સહાય ચૂકવવામાં આવી છે.

>             ખેડૂતો માટે અગત્યની એવી ટેકાનો ભાવની યોજના હેઠળ રૂ. 19567 કરોડના મૂલ્યની 41.27 લાખ મેટ્રીક ટન વિવિધ જણસીઓની ટેકાના ભાવે કરીદી કરવામાં આવી.

>             કૃષિ ક્ષેત્રે યાંત્રીકરણનો વ્યાપ વધારવા રૂ. 350.20 કરોડની બજેટ જોગવાઇ કરવામાં આવી છે. જેનો 1.22 લાખ લાભાર્થીઓને લાભ મળ્યો છે. 2021-22 માટે રૂ. 70.20 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

>             કૃષિ ઉત્પાદનોના સંગ્રહ દ્વારા ખેત પેદાશોનો સારો ભાવ મળે તે માટેની 2020-21માં શરૂ થયેલી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના હેઠળ રૂ. 350 કરોડના બજેટની જોગવાઇ થઇ છે.

>             ખેડૂતોને બિયારણ, ખાતર અને અન્ય જરૂરી ખર્ચ માટે શુન્ય ટકાના વ્યાજ દરે કૃષિ ધિરાણ. ૧૫ લાખથી વધુ ખેડૂતોને લાભ.

>             સંપૂર્ણ દેશીગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના વર્ષ 2020-21માં મંજુર થઇ છે.

>             અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ તથા કમોસમી વરસાદ સામે ખેડૂતોના રક્ષણ માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો પ્રારંભ.

>             રાજ્યના ખેડૂતોને મલ્ટીપર્પઝ ઉપયોગ માટે ડ્રમ તેમજ બે પ્લાસ્ટીકના ટબ ખરીદવા માટેની સહાયના ભાગરૂપે વર્ષ 2021-22માં શરૂ થયેલી યોજના માટે રૂ. 87.47 કરોડની જોગવાઇ થઇ છે.

>             બાગાયતી પાકોના વાવેતર વિસ્તારમાં 3.63 લાખ અને ઉત્પાદનમાં 24.61 લાખ મેટ્રીકટન વધારો થયો છે.

>             રાજ્યની નર્સરી સેન્ટર ઓફ એક્સોલન્સમાં 4.63 લાખ કલમો અને 111.38 લાખ ધરુ/રોપાનો ઉછેર થયો.

>             અનુસૂચિત જાતિ - અનૂસુચિત જનજાતિના ખેડૂતોને રૂ. 14.79 કરોડના ખર્ચે 79190 વિના મૂલ્યે કીટ વિતરણ કરાયું.

>             મહિલા તાલીમ પરિક્ષણ અને કેનીંગ હેઠળ 1292 વર્ગો દ્વારા 47757 તાલીમાર્થીઓને સહાય આપવામાં આવી.

>             ખેડૂતોને તાલીમ, રાજ્યમાં ને રાજ્ય બહાર પ્રવાસ, સેમીનાર, વર્કશોપ વગેરેમાં 71332 ખેડૂતોને મળ્યો લાભ.

>             સ્ટેટ ફ્રોઝન સિમેન પ્રોટેક્શન એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યુટ પાટાણ ખાતે રૂ. 47.50 કરોડના ખર્ચે સેક્સડ સીમેન લેબોરેટરીની સુવિધા ઊભી કરવા નિર્ણય કરાયો છે.

>             વર્ષ 2021-22માં પાંજરાપોળોને ઘાસચારા ઉત્પાદન માટે સ્વાવલંબી બનાવવાની યોજના માટે રૂ. 100 કરોડની જોગવાઇ થઇ છે.

>             અબોલ પશુ પક્ષીઓ પ્રત્યે દયા અને કરૂણાનો ભાવ યથાર્થ કરતા પાંચ કરુણા અિભયાન થકી 38700 પક્ષીઓને અને 24200 પશુઓને સારવાર આપવામાં આવી.

>             પશુ ખરીદી પર વ્યાજ સહાય તેમજ અન્ય આનુષાંગિક સુવિધાઓ માટે સહાયની યોજના શરૂ થઇ જેમાં અત્યાર સુધીમાં 3100થી વધુ એકમો માટે રૂ. 80 કરોડથી વધુની સહાય ચૂકવાઇ.

>             પશુચિકિત્સા સેવાઓનો વ્યાપ વધારવા 10 નવીન વેટરનરી પોલીક્લીનીક અને 1 નવીન પશુ રોગ અન્વેષણ એકમની સ્થાપનાની મંજૂરી આપવામાં આવી.

>             3 નવીન ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના ઘટકો અને 3 નવીન ફ્રોઝન સીમેન સ્ટેશનની સ્થાપનાની મંજૂરી આપવામાં આવી.

>             પશુ ચિકિત્સા સેવાને સુદ્રઢ બનાવવા રૂ. 6601.99 લાખના ખર્ચે પશુ સારવાર સંસ્થાઓ માટે 217 નવીન મકાન બાંધકામ અને 115 રીપેરીંગ કામ કરાયા.

>             આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના -1 હેઠળ આજ સુધીમાં 167708 લાભાર્થીને રૂ. 1564.71 કરોડનું ધિરાણ અને રૂ. 64.27 કરોડની વ્યાજ સહાય અપાઇ

>             આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના હેઠળ આજ સુધીમાં 38471 લાભાર્થીને રૂ. 941.49 કરોડનું ધિરાણ અને રૂ. 30.07 કરોડની વ્યાજ સહાય ચૂકવાઇ.

>             2019-20થી સ્કેમ્ડ મીલ્ક પાવડર યોજના અમલી જેના હેઠળ 25 લાખ પશુપાલકોને રૂ. 189.10 કરોડની સહાય આપવામાં આવી.

>             પાક ધિરાણ પર વ્યાજ સહાય યોજના હેઠલ 4784014 લાભાર્થી માટે કુલ રૂ. 3179.85 કરોડનો ખર્ચ કરાયો છે.

>             વર્ષ 2020-21માં મોટા કદના વેરહાઉસ ગોડાઉનની યોજના શરૂ થઇ છે તે હેઠળ 40 બજાર સમિતિને રૂ. 3638.49 લાખની સહાય મંજૂર થઇ છે.

>             માછીમારોને ફાઇબર રોપની ખરીદી પર સહાય માટે 4258 લાભાર્થીઓને રૂ. 2138.75 લાખની સહાય ચૂકવાઇ.

>             ડીપ સી ફીશીંગ વેસલ્સ બનાવવાની યોજના હેઠળ 223 લાભાર્થીને રૂ. 4705.46 લાખની સહાય અપાઇ.

>             માછીમારોને કેરોસીન ખરીદી ઉપર સહાયની યોજનામાં 4000 નાના માછીમારોને . 823.58 લાખની સહાય ચૂકવાઇ.

>             માછીમારો માટેની અકસ્માત સહાય યોજના હેઠળ 25 માછીમાર પરિવારોને રૂ. 56 લાખની સહાય આપવામાં આવી.

>             ભાંભરા પાણીના મત્સ્યોદ્યોગ માટે ઝીંગાનો ખોરાક તથા બીજ પર સહાય યોજના હેઠળ રૂ. 56.53 લાખની સહાય.

>             નવા તમામ બાંધકામ માટે રાહત યોજના હેઠળ રૂ. 231.79 લાખનો ખર્ચ કરાયો.

>             સાગર ખેડૂ સર્વાંગી વિકાસ યોજના અંતર્ગત 18 વિભાગ અને 29 એજન્સીઓ હસ્તક માછીમારોને વિવિધ સહાય.

>             રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ દર વર્ષે સરેકાશ 1.54 લાખ ક્વિન્ટલ પ્રમાણિક બીજનું વિતરણ કરાયુ.

>             રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના સીડ રીપ્લેસમેન્ટ રેટ હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં 737577 ખેડૂત લાભાર્થીને 771335.65 ક્વિન્ટલ સહાય પેટે રૂ. 17594.58 લાખની સહાય અપાઇ.

>             પશુપાલન પોલિટેકનિક રાજપુર (નવા) હિંમતનગર અને કોલેજ ઓફ ડેરી સાયન્સ અમરેલીમાં બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલની સ્થાપના માટે રૂ. 37900 લાખની યોજના છે.

>             કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના અંતર્ગત એસ્ટાબ્લીશમેન્ટ ઓફ સેન્ટર ઓફ એક્સેલન્સઇન એક્વાકલ્ચર અને સ્ટ્રેન્ધનીંગ ઓફ પી.જી. એજ્યુકેશન ઇન ફીશરીઝ માટે રૂ. 132.00 લાખની રમક ફાળવાઇ છે.

>             રાજપુર (નવા) હિંમતનગરમાં પશુ ચિકિત્સા-પશુપાલ મહાવિદ્યાલયના બાંધકામ માટે રૂ. 1374.09 લાખની યોજના છે.

>             મત્સ્યોદ્યોગ વિજ્ઞાન ક્ષેત્રે શિક્ષણ, સંશોધન, વિસ્તરણ માટે હિંમતનગરના રાજપુર (નવા) ગામે બાંધકામ માટે રૂ. 1000.00 લાખની યોજના છે.

>             વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી સાઇનો તથા માળખાકીય સુવિધાઓ પ્રયોગ શાળા માટે રૂ. 628 લાખનો ખર્ચ કરાયો છે.

>             જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમા સંશોધન કેન્દ્રના આધુનિકરણ માટે રૂ. 36 લાખ મંજૂર કરાયા છે.

>             અમરેલી, પોરબંદર, હળવદની કૃષિ કોલેજમાં જરૂરી શૈક્ષણિક જગ્યાઓની ભરતી કરવામાં આવી છે.

>             વાવણીથી વેચાણ સુધીની પ્રક્રિયામાં ગુજરાત સરકારનો સપોર્ટ રાજ્યના ખેડૂતને છે.

>             ખેડૂતોને બિયારણ, ખાતર તેમજ અન્ય જરૂરી ખર્ચ માટે શૂન્ય ટકાના વ્યાજ દરે મળી રહ્યું છે કૃષિ ધિરાણ. પ્રધાનમંત્રી કિસાન યોજનાનો ખેડૂતોને મળી રહ્યો લાભ, ખેતીમાં આધુનિકરણ આવે તે માટે જરૂરી સાધનો ખરીદવા આપવામાં આવી રહી છે સહાય.

>             ખેડૂતોના પાકને જંગલી પ્રાણીઓથી બચાવવા માટે તારની વાડ લગાવવા પણ થઇ રહી છે સહાય.

>             રાસાયણિક ખાતરની અછત નથી, એના વિતરણ માટે સુદ્રઢ માળખુ છે અને રાસાયણિક ખાતર પર મળી રહી છે સબસિડી.

>             સિંચાઇ માટે પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત છે વીજળી અને પાણી

>             સુજલામ સુફલામ યોજનાથી સૌરાષ્ટ્રના કચ્છ અને સુરેન્દ્રનગરના ખેડૂતોને તથા ઉત્તર ગુજરાતના ખેડૂતોને મળી રહી છે સિંચાઇની સુવિધા.

>             સૌની યોજનાથી સૌરાષ્ટ્રના લાખો ખેડૂતોને મળી રહ્યો છે. સિંચાઇનો લાભ.

>             આદિવાસી વિસ્તારોમાં લીફ્ટ ઇરીગેશનથી પહોંચી રહ્યું છે પાણી.

>             જ્યોતિગ્રામ યોજના હેઠળ કૃષિ માટે અપાઇ રહ્યા છે વીજ જોડાણો.

>             વીજ ગ્રાહકો પાસેથી વીજબીલની બાકી નીકળતી રકમ ભરવામાંથી મુક્તિની યોજનાનો ખેડૂતોને પણ મળ્યો છે લાભ.

>             કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસોને કારણે ખેત પેદાશોના ટેકાના ભાવમાં થઇ રહ્યો છે નોંધપાત્ર વધારો રાજ્યના મહામૂલા પશુધન અને પશુપાલકોને માટે કલ્યાણખારી એવી અનેક યોજનાનું થઇ રહ્યું છે અમલીકરણ

>             પાક વીમાની પૂરી રકમની ચૂકવણી.

>             સરેરાશ કૃષિ વિકાસ દરમાં ગુજરાત મોખરે.

>             કપાસમગફળી- દિવેલાવરિયાળીજીરુના ઉત્પાદનમાં ગુજરાત રહ્યું છે નંબર વન.

>             પપૈયા, દાડમ, લીંબુ, ચીકુ અને શાકભાજીના વાવેતરમાં દેશમાં ગુજરાત છે અગ્રેસર.

>             ઓર્ગેનિક એગ્રિકલ્ચરલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં દેશમાં ગુજરાત પ્રથમ.

>             ખેડૂતોને વીજબીલની ઇલેક્ટ્રીકસિટી ડ્યુટીમાંથી માફી આપનાર દેશનું પ્રથમ રાજ્ય છે ગુજરાત.

>             દૂધ ઉત્પાદનમાં દેશમાં અગ્રિમ સ્થાને છે ગુજરાત.

>             ટપક સિંચાઇ, ફુવારા સિંચાઇ જેવી પદ્ધતિઓનો ખેડૂતો લઇ રહ્યા છે લાભ.

>             1994-95માં રાજ્યનું કૃષિ બજેટ રૂ. 398.34 કરોડ હતું. જે 2021-22માં પહોંચ્યું છે રૂ. 7232 કરોડ પર.

>             આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-1 હેઠળ આજ સુધીમાં 167708 લાભાર્થીને રૂ. 64.27 કરોડનું ધિરાણ અને રૂ. 64.27 કરોડની વ્યાજ સહાય ચૂકવવામાં આવી છે.

>             આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના – 2 હેઠળ આજ સુધીમાં 38471 લાભાર્થીને રૂ. 941.49 કરોડનું ધિરાણ અને રૂ. 30.07 કરોડની વ્યાજ સહાય ચૂકવાઇ છે.

>             2019-20ના વર્ષથી અમલી સ્કીમ્ડ મિલ્ક પાવડરની નિકાસ ઉપર સહાયની યોજના હેઠળ 25 લાખ પશુપાલક સભાસદોને થયો છે આર્થિક ફાયદો.

>             પાક ધિરાણ પર વ્યાજ સહાયની યોજના હેઠળ ખેડૂતોને મળે છે શૂન્ય ટકા વ્યાજથી પાક ધિરાણ.

>             2020-21માં શરૂ કરાયેલી મોટા કદના વેરહાઉસ ગોડાઉન બનાવવાની યોજના હેઠળ 40 બજાર સમિતિને 118851
મેટ્રીક ટન કેપેસિટી ગોડાઉન માટે થઇ છે. રૂ. 3638.49 લાખની સહાય.

>             ફુડ પ્રોસેસીંગ માટે એકમ એકમદીઠ રૂ. 10 લાખની સહાય માટે કેન્દ્ર સરકારની યોજના હેઠળ રૂ. 82 કરોડની જોગવાઇ કરાઇ.

>             બીજ ઉત્પાદક ખેડૂતોને ઉત્તેજન માટે રૂ 55 કરોડની જોગવાઇ કરાઇ.

>             ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી કરતો જિલ્લો બનાવવાના ઉદેશથી રૂ. 32 કરોડની જોગવાઇ કરાઇ.

>             1800 ઓટોમેટિક વેધર સ્ટેશનની સ્થાપના માટે રૂ. 12 કરોડની જોગવાઇ કરવામાં આવી.

>             2021-22ના વર્ષમાં બાગાયત ખાતાની યોજનાઓ માટે રૂ. 442 કરોડની જોગવાઇ કરાઇ.

>             ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી માટે દુધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના અને બકરા એકમની સ્થાપના માટે રૂ. 81 કરોડની જોગવાઇ કરવામાં આવી.

>             પશુ દવાખાનાની સેવાઓ માટે રૂ. 43 કરોડની જોગવાઇ કરાઇ.

>             ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ માટે રૂ. 25 કરોડની જોગવાઇ કરવામાં આવી.

>             મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના માટે રૂ. 20 કરોડની જોગવાઇ કરાઇ.

>             પશુઓ માટે દાણ ખરીદીની સહાય માટે રૂ. 20 કરોડની જોગવાઇ કરવામાં આવી.

>             કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 માટે રૂ. 7 કરોડની જોગવાઇ કરાઇ.

>             રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ હસ્તક કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમો માટે રૂ. 698 કરોડની જોગવાઇ કરવામાં આવી.

>             10 હજાર માછીમારોને હાઇસ્પીડ ડીઝલ ઓઇલ પરની વેટ માફી યોજના માટે રૂ. 150 કરોડની જોગવાઇ કરાઇ.

>             નવાબંદર, માઢવાડ, વેરાવળ, પોરબંદર, સુત્રાપાડા મત્સ્ય બંદરોના વિકાસ માટે રૂ. 97 કરોડની જોગવાઇ કરાઇ.

>             માછીમારોને .બી.એમ. મશીનની ખરીદી ઉપર સહાય આપવા રૂ. 15 કરોડની જોગવાઇ કરવામાં આવી.

>             રાજ્યના ખેડૂતોને પાક ધિરાણ યોજનાની સહાય માટે રૂ 1000 કરોડની જોગવાઇ કરાઇ.

>             ખરીદ વેચાણ અને સંગ્રહ વ્યવસ્થા યોજના હેઠળ રૂ. 78 કરોડની જોગવાઇ

આમ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના કાર્યક્ષમ અને દીર્ઘદ્રષ્ટિ સાથેના નેતૃત્વમાં વીતેલા પાંચ વર્ષમાં રાજ્યમાં કૃષિ-પશુપાલન-બાગાયત ક્ષેત્રમાં અપરંપાર સફળતા સિદ્ધિના વાવેતર થયા છે. જેના પરિણામે ખેડૂતોના ચહેરા આનંદ છલકતો જોવા મળી રહ્યો છે.•

તુષાર જોષી

(લેખક જાણીતા આર. જે. અને કટાર લેખક છે.)

(4:59 pm IST)