Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

નડિયાદ તાલુકાના સલૂણ દૂધ ઉત્પાદક મંડળીના સેક્રેટરીએ લાખો રૂપિયાની ઉચાપત કરતા પોલીસ ફરિયાદ

નડિયાદ:તાલુકાના સલુણ દુધ ઉત્પાદક મંડળીનુ તાજેતરમાં તા.૧-૧૦-૨૦૧૭ થી તા.૩૧-૦૩-૨૦૨૦ સુધીનુ ઓડિટ કરવામાં આવ્યુ હતુ. જેમાં મંડળીના માજી સેક્રેટરી છુટા થયા પહેલા રૂા.૧૨,૨૪,૧૫૮ પોતે અંગત કામમાં વાપર્યા હોવાનુ બહાર આવ્યુ હતુ. આ અંગે સેક્રેટરી કલ્પેશભાઇ મનહરભાઇ વાઘેલાને બોલાવી પૂછપરછ કરતા તેણે કબુલ્યુ હોવાનુ ફરિયાદમાં જણાવ્યુ છે. 

માજી સેક્રેટરી કલ્પેશભાઇ વાઘેલાએ તા.૫-૯-૨૦૧૭ થી તા.૩૧-૧-૨૦૧૯ સુધી સેક્રેટરી તરીકે ફરજ બજાવી હતી.તે દરમ્યાન તેમને લાખો રૂપિયાની ઉચાપત કરી હોવાનુ બહાર આવ્યુ છે. આ બનાવ અંગે સલુણ દુધ ઉત્પાદક મડળીમાં વ્યવસ્થાપક તરીકે સેવા આપતા હસમુખભાઇ ગોરધનભાઇ પટેલે નડિયાદ રૂરલ પોલીસ મથકે કલ્પેશભાઇ મનહરભાઇ વાઘેલા વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:37 pm IST)