Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

સુરતના વરિયાવ-છાપરાભાઠા રોડ નજીક ટ્રેલર હડફેટે મોપેડ સવાર મહિલાનું મોત નિપજતા પરિવારની માથે આભ ફાટ્યું

સુરત: શહેરનાવરીયાવ-છાપરાભાઠા રોડ પર ટ્રેલર અડફેટમાં મોપેડ સવાર મહિલા ટીઆરબીનું મોત થયું હતું. મહિલાના મોતને પગલે માતા અને બહેને પરિવારનો એક માત્ર સહારો છીનવાય ગયો હતો.

સુરતના વરિયાવ-છાપરાભાઠા રોડ ઉપર ટ્રેલર ચાલકે એક્ટિવા મોપેજ સવાર મહિલા ટીઆરબી પ્રિતી પ્રવિણ ચૌધરીને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં પ્રિતીબેનના માથામાં ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ મોત થયું હતું. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. જહાંગીરપુરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મૃતક પ્રિતીના પિતાનું સાત વર્ષ અગાઉ અકસ્માતમાં મોત થયું હતું. ત્યાર બાદ નાની બહેન અને માનસિક બીમાર માતાની જવાબદારી પ્રિતીના શિરે હતી.

(5:46 pm IST)