Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

સુરત:વેપારી પાસેથી 37 લાખના ચેક પડાવી છેતરપિંડી આચરનાર વિરુદ્ધ ગુનો દાખલ

સુરત, : ગ્રામજનોનો વિરોધ છે તે હકીકત છુપાવી ભરૂચના રૂંઢના લીઝધારક વતી લીઝ આપવાના બહાને ગાંધીનગરના રહીશે સુરતના વેપારી પાસે રોકડા રૂ.37 લાખ અને રૂ.98.50 લાખના ચેક પડાવી છેતરપિંડી આચરતા સરથાણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજકોટના જેતપુરના ચારણ સમઢીયાળાના વતની અને સુરતમાં સરથાણા જકાતનાકા શ્યામધામ મંદિર પાસે પંચવટી સોસાયટી ઘર નં.100 માં રહેતા 40 વર્ષીય હરેશભાઈ વ્રજલાલ રાદડીયા સચીન હોજીવાલા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ રોડ નં.23 પ્લોટ નં.એમ-3 માં સહજાનંદ ફેબ ટેક્ષના નામથી જેકાર્ડ મશીન ચલાવે છે અને તેમનો મોટોભાઈ ગોપાલ સરથાણા જકાતનાકા ગોકુલમ આર્કેડ ઓફિસ નં.209 માં જમીન લે -વેચની ઓફિસ ધરાવે છે. વર્ષ 2016 માં ગોપાલને મિત્ર રમેશ ખેર મળવા આવ્યો હતો. રમેશે ભરૂચના ઝઘડીયાના રૂંઢગામ ખાતે રેતી કાઢવાની પંકજ રણછોડભાઇ પટેલ ( રહે.ઘર નં.62, પટેલ વાસ, નિશાળ પાછળ, મુ.પો.ધણપ, જી.ગાંધીનગર ) ની માલિકીની બે લીઝ અંગે વાત કરી બંને ચોખ્ખી અને ટાઈટલ ક્લીયર છે કહી તમામ જવાબદારી લીધી હતી. આથી હરેશભાઇએ લીઝ લેવા તૈયારી દર્શાવી હતી. 20 દિવસ બાદ થયેલી મીટીંગમાં પંકજ પટેલે લીઝ ચાલુ કરવામાં તમને કોઈ તકલીફ પડશે નહી તેવો વિશ્વાસ અને ભરોસો આપતા બ્લોક નં.બી નો રૂ.1.35 કરોડમાં સોદો થયો હતો. તે પૈકી રૂ.37 લાખ તેમણે રોકડ અને આરટીજીએસથી ચૂકવી જયારે રૂ.98.50 લાખના ચેક આપી સમજૂતી કરાર કર્યો હતો. જયારે પંકજ પાસે લીઝના ડોક્યુમેન્ટની માંગણી હરેશભાઇએ કરી ત્યારે પંકજે લીઝના મૂળ માલીક જશુજી બબાજી વણઝારા ( રહે. નવાપુરા, બોરીજ, ગાંધીનગર ) ના નામના કાગળો આપી બાદમાં જશુજી વણઝારાની સહમતી લઈ હરેશભાઈ અને તેમના ભાગીદાર હિતેશ અરજણ પટેલના નામે પાવર ઓફ એટર્ની કરી આપતા ભુસ્તર વિભાગમાં જશુજીના ક્યુએલ નંબરમાં રૂ.83 લાખ જમા કરાવ્યા હતા. જોકે, જયારે તેમણે લીઝ શરૂ કરી ત્યારે ગ્રામજનોએ વિરોધ કરી કામ અટકાવ્યું હતું.

(5:47 pm IST)