Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મોભા ગામ નજીક શંકાસ્પદ હાલતમાં એક શખ્સની લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી

વડોદરા:જિલ્લાના પાદરા તાલુકાના મોભા ગામ પાસેથી એક વ્યક્તિની લાશ મળી આવતા પોલીસે સ્થળ પર પહોંચી જઈશ તપાસ હાથ ધરતા શરીર પર તિક્ષ્ણ હથિયારના ઘર જોવા મળતા તે વ્યક્તિને મોતને ઘાટ ઉતાર્યા હોવાનું જણાઈ આવ્યું હતું.

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મોભા ગામના બસ સ્ટેન્ડની પાછળના ભાગે આવેલી જગ્યાએથી મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ ની પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ તપાસ શરૂ કરી હતી. આધેડના શરીર ઉપર ઇજાના નિશાન મળી આવ્યા હતા. પોલીસે આવ્યકિતની હત્યા થઇ હોવાની શંકા સેવી લાશને પોષ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

મૃતદેહ મોભા ગામે છેલ્લા 25 વર્ષથી રહેતો રાજુભાઇ જયસ્વાલ(ઉં.વ.49) હોવાનો બહાર આવ્યું હતું. અને તે મોભા ગામના બસ સ્ટેન્ડની સામે નાસ્તો તથા પાણી પુરીની લારી ચલાવી ગુજરાન ચલાવતો હતો. તેની હત્યા થઇ હોવાની આશંક સેવાઇ રહી છે. પોલીસે રાજુ જયશ્વાલનું મોત ચોક્કસ કયા કારણોસર થયું છે. તે અંગેની માહિતી મેળવવા માટે એફ.એસ.એલ. ટીમની મદદ લીધી છે.

(5:47 pm IST)