Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

વડોદરાના માંજલપુર વિસ્તારમાં જુના ઝઘડાની અદાવતમાં પકડાયેલ 6 આરોપીઓને અદાલતે આજીવન કેદની સુનવણી કરી

વડોદરા: શહેરનામાંજલપુરમાં રહેતા મહેન્દ્રભાઇ સોલંકીની બાજુમાં  રાયસીંગ ચૌહાણ પરિવાર સાથે રહે છે.મહેન્દ્રભાઇએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,રાયસીંગની દીકરી નયનાના બીજા  લગ્ન અમદાવાદના ઇરફાન ઉર્ફે રાકેશ પરમાર સાથે થયા હતા.ઇરફાનને અમદાવાદના મર્ડર કેસમાં સજા થઇ  હતી.રાયસીંગની બીજી દીકરી જ્યોતિને મારી સાથે  પ્રેમસંબંધ હોવાની શંકા મારી  પત્ની ઉષાને હતી.તે બાબતે મારી પત્નીને તકરાર ચાલતી હતી.ગત તા.૨-૦૧-૨૦૧૬ ના  રોજ મારી પત્ની તથા મારો પુત્ર ઘરે હતા.તે સમયે જ્યોતિનો બનેવી ઇરફાન,તથા હર્ષદ મૂળજીભાઈ પટેલ (રહે.ભાટકુવા,માંજલપુર), જ્યોતિ,રાયસીંગ,હરેન્દ્ર એ ભેેગા મળીને મારી પત્ની તથા પુત્ર સાથે તકરાર કરી હતી.

બીજે દિવસે ઇરફાન ખંજર લઇને,હરેન્દ્ર ,હર્ષદ,લાકડીઓ લઇને તથા જ્યોતિ અને નયના તથા રાયસીંગ ે મળીને મારા પુત્ર અમિતને માર મારતા તેને ગંભીર ઇજા  થઇ હતી.અને તેનું સારવાર દરમિયાન મોત થયુ  હતું.આ ગુનામાં (૧) રાયસીંગ બાબરભાઇ ચૌહાણ (૨)હરેન્દ્ર રાયસીંગ ચૌહાણ (૩)જ્યોતિબેન રાયસીગ ચૌહાણ (તમામ રહે.ચંદ્રવિલાસ નગર,માંજલપુર)(૪)નયના ઇરફાન પરમાર (રહે.શાઅબ્બાસની ચાલી,જમાલપુર,અમદાવાદ)(૫) હર્ષદ મૂળજીભાઇ પટેલ (રહે.ભાટકુવા,માંજલપુર) (૬)શૈલેષ મહેશભાઇ વસાવા (રહે.સાંગમા ગામ,તા.પાદરા)(૭)ઇરફાન રાકેશભાઇ પરમાર (રહે.શાઅબ્બાસની ચાલી,જમાલપુર,અમદાવાદ)ની ધરપકડ થઇ હતી.

આ કેસ અત્રેની અદાલતમાં ચાલી જતા કોર્ટે તમામ આરોપીઓેને આજીવન કેદની સજા કરી છે.ટ્રાયલ દરમિયાન એક આરોપી રાયસીંગનું મોત થયુ હતું.સરકાર તરફે વકીલ ભાવિક પુરોહિતે રજૂઆત કરી હતી.

(5:49 pm IST)