Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

ગારમેન્ટ ઉદ્યોગ આવનાર સમયમાં કાઠું કાઢશે :વડાપ્રધાન મોદી નાના અને મધ્યમ ઉદ્યોગોનું બહુ ધ્યાન રાખે છે: સી.આર.પાટીલ

ધ ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા 31મો ટ્રેડ ફેર શોનો ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે પ્રારંભ

અમદાવાદ :ધ ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા 31મો ટ્રેડ ફેર શોનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમનો શુભારંભ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે અમદાવાદ તાજ હોટલ ખાતે કરવામાં આવ્યો હતો. અમદાવાદ ખાતે 5મી ઓગષ્ટથી 7 ઓગષ્ટ સુધી બી ટુ બી ટ્રેડ ફેર યોજાશે. જેમાં 3500થી પણ વધુ ખરીદનારાઓ આવવાની શકયતા છે. કોરોના મહામારીને કારણે ઇન્ડસ્ટ્રીઝને ઘણુ નુકશાન થયું છે પરંતુ આ બી ટુ બી ટ્રેડથી ઉદ્યોગકારોને ફાયદો થવાની આશા છે.

આ કાર્યક્રમમાં ભાજપના પર્દેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું કે આમ તો ટેકસાટાઇલને યાદ કરીએ એટલે આપણને માનચેસ્ટર યાદ આવે. પણ માનચેસ્ટર ધીમે ધીમે બદલાયું અમદાવાદથી સુરત થઇ ગયું છે. અને હવે સંયુકત બંને શહેરને માનચેસ્ટર કહેવુ પડે તેની સ્થિતિનું નિર્માણ પામ્યુ છે. ટેકસટાઇલના ઉદ્યોગકારે પોતાની રીતે પ્રોડકશન વધારીને તેમણે જે રીતે નિર્માણ કર્યુ છે તેના કારણે માનચેસ્ટર કરતા વધારે પ્રોડકશન અને વિવિધ પ્રકારની કવોલીટી અંહી બનાવાની શરૂ થઇ છે ટેક્સટાઇલ બિઝનેઝમાં ખુબ ઉતાર ચઢાવ જોવા મળ્યો છે.

વધુમાં જણાવ્યું કે ગારમેન્ટ ઉદ્યોગ આવનાર સમયમાં બહુ કાઠું કાઢશે, સરકારે ગારમેન્ટ ઉદ્યોગને બહુ રાહતો આપી છે સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી નાના અને મધ્યમ ઉદ્યોગોનું બહુ ધ્યાન રાખે છે. ટેકસટાઇલ ઉદ્યોગ વધુમાં વધુ સંખ્યામાં રોજગારી આપે છે.

આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મહેસુલ મંત્રી કૌશિક પટેલ જણાવ્યું કે ગુજરાત રાજયને મોડલ સ્ટેટ બનાવવા ગારર્મેન્ટ ઓસોસિએશનનો સિંહ ફાળો રહ્યો છે. ગારમેન્ટ એસોસિએશનના 17 થી 18 કાર્યક્રમમાં મે હાજરી આપી છે અટલે મને મારા પરિવાર જેવી લાગણી થાય છે.

આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા, પ્રદેશ સહકોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહ, ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ,ગુજરાત પ્રદેશ વ્યાપાર સેલના સંયોજક અને ગુજરાત ગાર્મેન્ટ એસોસિએશનના પ્રમુખ વિજય પુરોહીત, શહેર મહામંત્રી ભુષણ ભટ્ટ, સહિતના પદાધિકારીઓ અને કાર્યકરો અને જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝના ટોચના 150થી વઘુ વેપારીઓ હાજર રહ્યા હતા

(11:15 pm IST)