Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

ઉમરવા-નાવરા ગામના રસ્તા પરથી દેશી બનાવટની 02 બંદુક સાથે 3 શખ્સોને ઝડપી પાડતી આમલેથા પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહએ જિલ્લામાં ગેરકાયદેસર હથીયારો રાખતા ઈસમોને પકડી પાડવા  આપેલ સુચના મુજબ એ.એસ.વસાવા પો.સ.ઈ. આમલેથા પો.સ્ટે.તથા પોલીસ સ્ટાફના માણસો સાથે ઉમરવા ગામથી નાવરા ગામ તરફ જતા રસ્તા ઉપર પ્રોહી. નાકાબંધીમાં હાજર હતા તે દરમ્યાન એક ત્રણ સવારી મો.સા. શંકાસ્પદ હાલતમાં આવતા,મો.સા.ના ચાલકને રોકવા ઈશારો કરતા મો.સા. ચાલકે મો.સા. ઉભી રાખેલ નહી અને નાવરા ગામ તરફ હંકારી જતા તેનો પીછો કરી પકડી ચેક કરતા  પ્રકાશભાઈ નહેરૂભાઈ વસાવા (રહે. મોહળીખાંચ, તા.ઝઘડીયા જી.ભરૂચ),દિલીપભાઈ લક્ષ્મણભાઈ વસાવા (રહે.મોહળીખાંચ )અને પુનમભાઈ સુરેશભાઈ વસાવા,(રહે.જુના ઉમરવા તા.નાંદોદ જી.નર્મદા )ની પાસેથી ગે.કા. હથિયાર લાયસન્સ વગર બે દેશી હાથ બનાવટની સીંગલ બેરલ બંદુક કી.રૂ.૨,૦૦૦ તેમજ ૩૫ ગ્રામ જેટલું દારૂખાનું તથા નાના મોટા છરા બે નંગ મોબાઈલ ફોન કિ.રૂા.૨૫૦૦, ચાર્જીગ બેટરી નંગ -૨ કિ.રૂા .૩૦૦ તથા એક મો.સા. નંબર જીજે.૧૬. એસી .૧૮૨૦ ની કિ.રૂ .૨૦,૦૦૦  મળી કુલ .રૂ .૨૪,૮૦૦ સાથે ઝડપી પાડી તેમના વિરુદ્ધ આર્મ એક્ટ મુજબનો ગુનો દાખલ કર્યો છે.

(11:27 pm IST)