Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

રાજપીપળા કરજણ બ્રિજ નીચે સગીરાને લગ્નની લાલચે લઈ જઈ દુષ્કર્મ આચરનાર યુવાન વિરુદ્ધ ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાના કરજણ બ્રિજ નીચે સગીર વયની દીકરીને લગ્નની લાલચે લઈ જઈ દુષ્કર્મ કરનાર યુવાન વિરુદ્ધ પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કર્યો છે
  પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ નાંદોદ તાલુકાના એક ગામની 17 વર્ષીય સગીરા પોતે અનુસુચિત જન જાતીના હોય અને દુષ્કર્મ કરનાર ધનાભાઇ ઉર્ફે ધર્મેશ કાલીદાસભાઇ સલાટ (જોગી) બક્ષીપંચ જાતીના હોય ભોગનનાર સગીરાને પટાવી ફોસલાવી લગ્ન કરવાની  લાલચ  આપી ધાક ધમકી આપી વાલીપણા માથી ભગાડી લઇ જઇ સગીરાની મરજી વિરૂધ્ધ અવાર-નવાર શરીર સંબંધ બાંધી ગુન્હો કરતા રાજપીપળા પોલીસે ધર્મેશ વિરુદ્ધ બળાત્કાર સહિતની કલમો સાથે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:32 pm IST)