Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

યુવતિની જાહેરમાં છેડતી કરનાર ચાર સામે ફરિયાદ

મેઘાણીનગર વિસ્તારની ઘટના : આરોપીએ તું બહુ સરસ લાગે છે એમ કહી તેની કમર ઉપર હાથ પણ મૂક્યો હોવાની યુવતીએ ફરિયાદ કરી

અમદાવાદ, તા.૪ :  મેઘાણીનગરમાં રહેતા ચાર યુવકોએ અઢાર વર્ષની યુવતીની છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. હદ તો ત્યાંથી કે છેડતી કરનાર યુવકોએ આ યુવતીને જાહેરમાં છેડતી કરી હતી અને તું બહુ સરસ લાગે છે એમ કહી તેની કમર પર હાથ પણ મૂક્યો હતો. જોકે પોલીસને જણાવીશ તો મારી નાખીશું તેવી આ શખસોએ યુવતી અને  તેના પરિવારજનોને ધમકી આપતા પોલીસે તે બાબતે પણ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મેઘાણીનગરમાં રહેતી ૪૩ વર્ષીય મહિલા તેના પતિ અને સંતાનો સાથે રહે છે. તેમની ૧૮ વર્ષની દીકરી તેમના ઘર પાસે હતી. તે સમયે ત્યાં રહેતા છેડતી બાજ યુવકોએ તું જોરદાર દેખાય છે

                  તેમ કહી તેની પર હસવા લાગ્યા હતા.જેથી આ યુવતીએ 'તમે મારી સામે જોઈને શું હસો છો તેમ કહેતા આરોપીએ આ યુવતીનો હાથ પકડી તારી કમર પણ સરસ છે તેમ કહી તેની છેડતી કરી ભાગી ગયા હતા. જોકે આ મામલે યુવતીએ તેના પરિવારને વાત કરતા પરિવારજનોએ પોલીસને જાણ કરવાનો નિર્ણય લીધો હતો. આ યુવકોએ યુવતીને તું ભરત સાથે કેમ વાતો કરે છે એમ કહી તેનો હાથ પકડી છેડતી  પણ કરી હતી. જેથી તમામ લોકોએ પોલીસ ફરિયાદ કરવા ગયેલા પરિવારને મારી  નાખવાની ધમકી પણ આપી હતી. પરંતુ આ મહિલાએ તેની પુત્રીની છેડતી થતા ત્યાં  રહેતા મનીષ પ્રજાપતિ, ભરત માળી, ભાવિક માળી અને જયદીપસિંહ રાજપુત સામે  ફરીયાદ નોંધાવતા પોલીસે આ મામલે છેડતી અને ધમકી આપી હોવાની ફરિયાદ નોંધી  તપાસ હાથ ધરી છે.

(9:18 pm IST)