Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

હવે સિંહદર્શન કરી શકાશે : સાસણ ગીરનું સફારી પાર્ક શરૂ કરવા માટે સરકારની મંજૂરી

પહેલી ઓક્ટોબરથી દેવળીયા પાર્ક ખોલવા પણ લીલી ઝંડી: અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટનો પ્રાણીસંગ્રહાલય ખોલવા માટે મંજૂરી

ગુજરાતમાં કોરોના મહામારીને લઈને લોકડાઉનથી બંધ કરાયેલી સફારી પાર્ક, પ્રાણી સંગ્રહાલય,અભ્યારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યા હતા, હવે સરકારે ગઈકાલે બહાર પાડેલ પરિપત્ર મુજબ ૧ લી ઓક્ટોમ્બરથી સાસણ સફારી પાર્ક અને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટનો પ્રાણીસંગ્રહાલય ખોલવા માટે મંજૂરી આપી છે. જયારે ૧૫ ઓક્ટોમ્બરથી અભ્યારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન પ્રવાસીઓ માટે ખોલવાનો નિર્ણય કરાયો છે 

રાજ્યના વન વિભાગ ના પરિપત્રમાં જણાવ્યા મુજબ સાસણ સફારી પાર્ક, પ્રાણીસંગ્રહાલય, અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ચોક્કસ શરતો અને નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી અને સેન્ટ્રલ ઝૂ. ઓથોરિટી, નવી દિલ્હી માર્ગદર્શિકા સહિતની આધીન ચાલુ કરવા મંજૂરી આપવામાં આવી છે. જે અંગે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ પ્રાણીસંગ્રહાલય ને પણ જાણ કરવામાં આવી છે.

દેશ-વિદેશના પર્યટકોથી ઉભરાયેલા રહેતા સાસણમ ફરી ધમધમાટ જોવા મળશે, કારણ કે કોરોનાકાળમાં લઈને લોકડાઉન થી સાસણ સફારી પાર્ક, દેવળીયા પાર્ક બંધ કરવામાં આવ્યા હતા, બાદમાં હાલ ચોમાસાંને લઈને ૧૫ ઓક્ટોમ્બર સુધી સિંહોનું વેકેશન પણ ચાલી રહ્યું છે, ત્યારે સાસણ સફારી પાર્ક પણ શર કરવા રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. વન વિભાગ દ્વારા તેમને કેટલા પર્યટકોને એન્ટ્રી આપવી, ક્યાં નિયમોનું પાલન કરવાનું રહેશે તે નવી ગાઈડલાઈન તૈયાર કરીને ઓનલાઈન બુકિંગ સીસ્ટમ શરુ કરવામાં આવી રહી છે.

(9:44 pm IST)