Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

ગુજરાત સરકાર દ્વારા સચિવાલય સેવા વર્ગ-૧ ની કેડર માં ફરજ બજાવતા સચિવ કક્ષાના અધિકારીઓની બદલી-બઢતીના હુકમો જારી કરાયા

સચિવ કક્ષાના ૨૪ અધિકારીઓની બદલી જ્યારે ઉપસચિવ તરીકે ફરજ બજાવતા ૬૦ અધિકારીઓને નાયબ સચિવ તરીકે બઢતી અપાઈ

ગાંધીનગર : ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સચિવાલય સેવા સવર્ગ-૧માં ફરજ બજાવતા અધિક સચિવ, સયુંકત સચિવ અને નાયબ સચિવોની બદલીના હુકમો આજે મોડી સાંજે બહાર પાડવામાં આવ્યા છે.

જ્યારે  ઉપસચિવ તરીકે ફરજ બજાવતા ૬૦ જેટલા અધિકારીઓને હંગામી ધોરણે નાયબ સચિવ તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

(9:51 pm IST)