Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

વલસાડ અને આસપાસનો વિસ્તાર ધણધણ્યો : ૪.૧ અને ૩.૫નો ભૂકંપ

મોડી રાત્રે ૧૧.૩૯ની આસપાસ લોકોએ ભૂકંપના આંચકાઓ અનુભવ્યા હતા

અમદાવાદ,તા.૫ : ફરી ગુજરાતનો એક વિસ્તાર ભૂકંપથી ધણધણ્યો. જી હા, આ વખતે ભૂકંપન સૌરાષ્ટ્ર  - કચ્છની જગ્યાએ દક્ષિણ ગુજરાતમાં અનુભવાયું. જી હા, વલસાડ જીલ્લા સહિત સંદ્યપ્રદેશ દમણ સેલવાસમાં મોડી રાત્રે ૧૧.૩૯ ની આસપાસ લોકોએ ભૂકંપના આંચકાઓ અનુભવ્યા હતા. વલસાડ જિલ્લામાં દ્યણી જગ્યાએ લોકો પોતાના ઘરની બહાર પણ નીકળી ગયા હતા કારણે કે ભૂકંપની તીવ્રતા નાની સુની નહીં ૪.૧ માપવામાં આવી હતી. વલસાડ દમણ સેલવાસ ધરમપુર ખેરગામ ચીખલી આજુબાજુના વિસ્તાર ૧૧:૩૯ થી ૧૧:૪૪ની આસપાસ બે આંચકા અનુભવાયા હતા અને અફટર શોક ની તીવ્રતા ૩.૫ હોવાનું નોંધવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભૂકંપનું કેન્દ્ર બિંદુ મહારાષ્ટ્રનાં મુંબઇ નજીક આવેલ પાલઘર હોવાનું સામે આવી રહ્યું છે.

કોરોના - વરસાદ - ભૂકંપ એમ એક સાથે ત્રણ - ત્રણ મુશ્કેલીનો સામનો કરી રહેલ ગુજરાત વારંવાર આવતા ભૂકંપથી થથરી ઉઠ્યુ છે. વારંવાર આવી રહેલા ભૂકંપનાં આંચકાએ લોકોમાં કશુંક મોટુ તો નહીં થાયને નો ગજબનો ડર ભરી દીધો છે.

વલસાડ શહેરના તિથલ રોડ સહિત સિવિલ રોડ અને તાલુકાના અનેક વિસ્તારોમાં ભૂકંપનો આંચકા આવ્યાનો લોકોએ ઘરમાં જ સ્પષ્ટ અનુભવ કર્યો હતો. લોકો અસમંજસમાં મુકાઈ ગયા કે કોરોનાની મહામારીના સમયમાં ઘરમાં રહીને સુરક્ષિત રહેવું કે, પછી આ ધરતી ધ્રુજીને કારણે ઘરની બહાર રહીને સુરક્ષીતતા શોધવી.

(10:12 am IST)