Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

વ્યાજ વટાવને કારણે આપઘાતની ફરજ પાડવાના કેસમાં એફ.આઇ.આર. ઉપર 'સ્ટે'

રાજકોટ તા. પ :.. આપઘાતની ફરજ પાડી ધમકી આપવા તથા ગુજરાત મની લોન્ડ્રી એકટ કલમ-પ, ૪૦ તથા ૪ર માં કવોસીંગ પીટીશનમાં એફ. આઇ. આર. પર સ્ટે આપવાનો ગુજરાત હાઇકોર્ટ હુકમ કર્યો હતો.આ કેસની ટૂંકમાં હકિકત એવી છે કે, આઇ. પી. સી. કલમ-૩૦૬, ૩૮૭, પ૦૬ (ર), ૧૧૪ તથા ગુજરાત મની લોન્ડ્રી એકટ કલમ-પ, ૪૦, ૪ર મુજબ તે એવી રીતે કે આ કામના ફરીયાદીના મરણજનાર ભાઇ પ્રફુલભાઇ રામજીભાઇ મકવાણાને આ કામના આરોપી નં. ૧ વિજયભાઇ મીર નાએ રૂ. ૧,૦૦,૦૦૦ - ૧૦ ટકા લેખે તથા આરોપી નં. ર ગોવિંદભાઇ સવજીભાઇ સાવલીયા નાએ રૂ. પ,૦૦,૦૦૦ - ૩ ટકા લેખે વ્યાજે આપેલ હોય જે તમામ વ્યાજ સહિતના રૂપિયા મરણજનારના ભાઇ પ્રફુલભાઇએ આ કામના આરોપીઓને ચૂકવી દિધેલ હોય તેમ છતાં આ કામના આરોપીઓએ વધુ પૈસાની માગણી કરી તથા આરોપી નં. ૧ નાએ સાહેદ અનીલભાઇ ને મારા પૈસાનું વ્યાજ મને આપી દો નહી તો હું તમને કોઇને જીવવા નહી દઉ પતાવી દઇશ તેવી ધમકી આપી બળજબરીથી આ કામના સાહેદ અનીલભાઇનું એકટીવા મો. સા. પડાવી લઇ મરણજનારને હેરાન - પરેશાન કરી મારા ભાઇને મરવા માટે મજબુર કરતા આ લોકોના ત્રાસથી કંટાળી જઇ ગળાફાંસો ખાઇ મરણ ગયેલ હોય. તેમજ ગુન્હામાં એકબીજાની મદદગારી કરી ગુન્હો કરેલ હોય. તેવી ફરીયાદ ફરીયાદી દ્વારા આજી ડેમ પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલ હતી.ત્યારબાદ આ કામના આરોપી, અરજદાર દિલીપભાઇ કાચાએ ગુજરાત હાઇકોર્ટમાં ફરીયાદ રદ કરવાની અરજી એડવોકેટ રાકેશભાઇ દોશી તથા પ્રતિકભાઇ જસાણી દ્વારા દાખલ કરેલ.બન્નેની દલીલો સાંભળીને જસ્ટીસ શ્રી ગીતા ગોપી મેડમે પ્રતિકભાઇ જસાણીની દલીલો ધ્યાને લઇ ઓર્ડર કરેલ કે, આ કામના ગુજરનાર તથા અન્ય આરોપીઓ પર અરજદાર દ્વારા નેગોશીયબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ ફોજદારી ફરીયાદ દાખલ કરેલ હોય. જેથી રાજકોટ શહેર આજી ડેમ પોલીસ  સ્ટેશન દ્વારા અરજદાર પર નોંધવામાં આવેલ એફ. આઇ. આર. પર સ્ટે આપેલ તથા એફ. આઇ. આર. ને લગતા અન્ય પ્રોસીંડીગ્સને પણ સ્ટે આપેલ છે.આ કામમાં અરજદાર દિલીપભાઇ રામજીભાઇ કાચા તરફે એડવોકેટ  રાકેશભાઇ દોશી, ગૌતમ ગાંધી, વૈભવ કુંડલીયા તથા ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ પ્રતિકભાઇ  જસાણી રોકાયેલ હતાં.

(11:28 am IST)