Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

સચિવાલયમાં ધરખમ ફેરફારોઃ નાયબ સચિવથી ઉપરની કક્ષાના ર૪ અધિકારીઓની બદલીઃ ૬૦ ઉપસચિવોને બઢતી

સરકારના ઘર આંગણે વહીવટી તંત્રમાં અભૂતપૂર્વ ગંજીફો ચીપાયો

રાજકોટ તા. પ : રાજય સરકારે સચિવાલય કેડરના નાયબ સચિવ, સંયુકત સચિવ અને અધિક સચિવ કક્ષાના ર૪ અધિકારીઓની બદલીના હુકમ કર્યા છે. ઉપસચિવ કક્ષાના ૬૦ અધિકારીઓની નાયબ સચિવ તરીકે બઢતી આપી બદલી કરી છે. ફેરફારો લગભગ તમામ વિભાગોને સ્પર્શી ગયા છે. સચિવાલય કેડરમાં એક સાથે આટલી બઢતી-બદલીના હુકમ કદાચ પ્રથમ વખત જ થયા છે.

મહેસુલના અધિક સચિવ કે.બી.શાહને માર્ગ મકાનમાં રમતગમત વિભાગના સંયુકત સચિવ બી.એન.એરડાને નર્મદા નિગમમાં મહિલા બાળ વિકાસ વિભાગના આર.એમ.છત્રપતિને સ્પીયા અમદાવાદમાં, શિક્ષણના ટી.વી.મંડોરાને નર્મદા જળસંપતિ વિભાગમાં, ઉદ્યોગ ખાતના ડી.બી.પરમારને સામાજિક ન્યાય વિભાગમાં મૂકવામાં આવ્યા છે. નાયબ સચિવ કક્ષાના સામાન્ય વહીવટતા એમ.ડી.શાહને ઉદ્યોગમાં, એ જ વિભાગના એ.એચ. મન્સુરીને મહેસુલ (તપાસ)માં નર્મદા જળસંપતિના એમ.એચ. ખૂમાર યુવા સેવા સાંસ્કૃતિમાં, નાણાના ભરત વૈશ્ણવ ગૃહમાં, નર્મદા જળસંપતિના એચ.બી.મારડિયા પંચાયતમાં, ઉદ્યોગના એ.એન. બિહોલાને સામાન્ય વહીવટમાં , નાણાના એસ.વી.પરમારને નર્મદા જળસંપતિમાં, નાણાના કે.એચ. પાઠકને ઉદ્યોગમાં, ગૃહના એ.વી.વાળાને પંચાયતમા, પંચાયતના વી.બી.પઢારિયાને આરોગ્ય વિભાગમાં બદલવામાં આવ્યા છે. પંચાયતના એમ.એન.મોદી આદિજાતિ વિકાસમાં, ઉર્જા પેટ્રોકેમીકલ્સના એચ.સી. પટેલ શિક્ષણમાં,  મહેસુલના આર.વી.ભટ્ટ બંદર-વાહન વ્યવહારમાં, બંદર-વાહન વ્યવહારના પી.કે. મજમુદાર વન પર્યાવરણમાં ઉદ્યોગના ડી.જી. ચૌધરી પંચાયતમાં, સામાજીક ન્યાયના શ્રીમતી જે.વી.દેસાઇ ઉદ્યોગમા, સામાન્ય વહીવટના દિલીપ ઠાકર નાણા (સેવા) માં મહેસુલના એચ.કે. પ્રજાપતિ પંચાયતમાં અને નાણા વિભાગના કે.કે.પટેલ સામાન્ય વહીવટ વિભાગમાં મૂકાયા છે.

ઉપરાંત ઉપસચિવ કક્ષાના એન.જે.જાની, જી.એચ.રાજ, એચ.એમ. પરમાર, એમ. સી.શાહ, સી.બી.મખોડિયા, આર. એમ.પટેલ, એમ.ડી. નિસરતા, કે.એન.ત્રિવેદી, આર.કે.જોષી, શ્રીમતી આર.સી.જાડેજા, આર.જે. ખરાડી, આર.જે. સોલંકી, સી. એન.કણસાગરા, એ.પી.ગઢવી, કે.વી.પટેલ, કે.આર. ભટ્ટ, એન.બી. જોષી, ભાવિન પટેલ, કાનન પંડયા, એસ.વી. પોપટાણી, એસ. ડી.જોષી, ડી.કે. જોષી, વી.બી.દેસાઇ, મૌલિક શાહ, સપના રાણા, અંકિતા ક્રિશ્ચન, જે. જી. પટેલ, એમ.ડી.પ્રજાપતિ, આઇ.ડી.ચૌધરી, એ.કે. ઉપાધયાય, અનિતા ઝુલા, એન. એસ. દેસાઇ, બી.આર.પટેલ, જે.એચ.ઓધવાણી, એમ.કે.વાઘ, હિના શારડા, હરેન્દ્રસિંહ પરમાર, એચ.એસ.પટેલ, એસ.કે.ે ગોહિલ, ડી.બી.નિમાવત, દીપક હડીયલ, ભાવિતા રાઠોડ, એમ.કે. વસાવા, કે.આર. રાઠવા, બી.વી.ડામોર, વી.એમ. વસાવા, એમ. એમ.ડાભી, એ.ટી. સંગાડા, જે.એચ. જોષી, પી.કે. રાણા, બી.ડી.પટેલ, સી.ટી. નિમાવત, પી.એન.શુકલ, એન.એ.વાઘેલા, ડી. એસ. શર્મા, પી.એસ. શર્મા, પી. એસ. ઠાકોર, બી.બી.રાઠોડ, એમ.બી.દેસાઇ, એમ. બી. પટેલ અને બી.જી. વાઘેલાને નાયબ સચિવ તરીકે બઢતી આપી જુદા-જુદા વિભાગોમાં નિમણૂક આપવામાં આવી છે.

(11:40 am IST)