Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

નર્મદા જિલ્લામાં કોરોના મહામારીના કારણે શિક્ષક દિનની ઉજવણી ફીકી : ફક્ત શિક્ષકોની હાજરી

કોરોના મહામારી વચ્ચે શાળાઓ બંધ હોવાથી વિદ્યાર્થીઓ વગર શિક્ષક દિનની ઉજવણી નીરસ જોવા મળી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આજે શિક્ષક દિનને સમગ્ર દેશ માં એક માનભેર ઉજવવામાં આવે છે જેમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ શાળાના શિક્ષકોનું સન્માન કરી શિક્ષક દિનની શુભકામનાઓ પાઠવે છે પરંતુ હાલ કોરોના મહામારી માં આખું વિશ્વ ગરકાવ થયેલું હોય ભારત દેશમાં પણ આ મહામારી ના કારણે શાળા કોલેજો બંધ રખાતા આજનો શિક્ષક દિન વિદ્યાર્થીઓ વગર ફિકો જોવા મળ્યો હતો.

 જેમાં નાંદોદ તાલુકા ના નવાગામ ઢોલાર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક વસંતભાઈ ભગતે પણ આવી ઉજવણી કરી કેમ કે કોરોના મહામારી ના કારણે બાળકો ને શાળાએ બોલાવવાના ન હોવાથી આ શાળા ના મુખ્ય શિક્ષકે શ્રી સર્વપલ્લી ડો.રાધાકૃષ્ણનજી ની તસવીરને ફૂલહાર પહેરાવી દિવાબત્તી કરી મંત્રોચ્ચાર સાથે શિક્ષક દિનની ઉજવણી કરી હતી

 અત્રે ઉલ્લેખનીય છે કે આ શિક્ષક ખૂબ જ કર્તવ્યનિષ્ઠ છે. અને દરેક કાર્યક્રમોને ખૂબ જ અનોખી રીતે ઉજવણી કરે છે.પરંતુ હાલની સ્થિતિ એ આમ સાદાઈ થી શિક્ષક દિન ઉજવાયો હતો.

(3:56 pm IST)