Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

રાજપીપળા સ્ટેશન રોડ જેવા ભરચક વિસ્તારમાં ભર બપોરે મહિલાના પાકીટમાંથી ૯ હજારની તફડંચી

લાછરસ ગામની મહિલા બેંક માથી રૂપિયા ઉપાડી બજારમાં જતા ખાટકીવાડ નજીક પાકીટ કપાતા અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરના મુખ્ય માર્ગ એવા સ્ટેશન રોડ પર એક મહિલાના પાકીટ માંથી નવ હજાર રૂપિયાની ચોરીની ઘટના બનતા મહિલા એ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
 પ્રાપ્ત માહિતી અનુસાર નાંદોદ તાલુકાના લાછરસ ગામના રમીલાબેન ભીખાભાઇ પાદરિયા પોતાની પૌત્રી હિતિશા સાથે ગતરોજ બપોરે લગભગ દોઢેક વાગે રાજપીપળાની સ્ટેટ બેંક માંથી રૂપિયા ૧૦ હજાર ઉપાડી નવ હજાર તેમણે પોતાના લેડિઝ પાકીટ માં મુક્યા બાદ હાથ ખર્ચીના એક હજાર રૂપિયા બહાર રાખી સ્ટેશન રોડ પર પગપાળા ગયા ત્યાંથી માર્કેટ માંથી શાકભાજી ની ખરીદી કરી પરત ખાટકીવાડ પાસે આવેલ દર્શન બેકરી આગળ આવ્યા તે વખતે તેમની નજર થેલા પર પડતા થેલો ઉભો સાઇડ પરથી કાપયેલો હતો જેથી થેલાની ચેઇન ખોલી તપાસ કરતા અંદર નાનુ લેડીઝ પર્સ જેમા રૂપિયા ૯,૦૦૦/-તથા અસલ ચુટણીકાર્ડ,આધારકાર્ડ,સ્ટેટ બેંકની પાસબુક ની ચોરી થઈ તેમ માલુમ પડતા આ તેમણે રાજપીપળા પો. સ્ટે.માં કોઈ અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ આપી હોય પોલીસે સીસી ટીવી ફૂટેજ ના આધારે ચોર ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.તપાસ પો.સબ. ઇન્સ.એમ.બી.વસાવા કરી રહ્યા છે.

(3:57 pm IST)