Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

કલોલ તાલુકામાં બહેનપણીને પોતાના પતિ સાથે શારીરિક સંબંધ બાંધતા જોઈએ પરિણીતાના પગ નીચેથી જમીન ખસી ગઈ

પંચમહાલ: જિલ્લાના કાલોલ તાલુકાના એક ગામની બાળપણની બે સખીઓનું નસીબ હદે સાથ આપતુ હતુ કે બન્નેને નોકરી પણ વડોદરામાં મળી. જેમાંથી એક સખીના લગ્ન થઇ ગયા અને બીજી સખી તેના પડોશમાં રહેવા આવી. એક દિવસ પરિણીત સખી જ્યારે પોતાના ઘરે પહોંચી તો બેડરૃમમાં પતિ અને નાનપણની સહેલીને નિર્વસ્ત્ર હાલતમાં જોઇને પગ નીચેની જમીન ખસી ગઇ.... તે પછી પણ પતિ લાજવાના બદલે ગાજ્યો હતો અને પત્નીની સખીનું ઉપરાણું લઇને પત્નીને હડધૂત કરીને ઘરમાંથી કાઢી મૂકી. ઘટના વડોદરાના ગોરવા વિસ્તારમાં ગત સપ્તાહે બની છે અને હાલમાં યુવાન પરિણીતા પોતાના પિયરમાં દુઃખના દિવસો પસાર કરી રહી છે.

ઘટના એવી છે કે કાલોલ તાલુકાના એક ગામમાં સંગીતાનો જન્મ થયો હતો તેના જન્મના થોડા દિવસ પછી પડોશીને ત્યાં પણ એક દિકરીનો જન્મ થયો જેને સીમા નામ અપાયુ. સંગીતા અને સીમા સરખી ઉમરના અને પડોશમાં રહેતા હોવાથી નાનપણથી મિત્ર બની ગયા. બન્નેનુ એડમિશન પણ એક સ્કૂલમાં કરવામાં આવ્યુ. ધો.૧૨ સુધી બન્ને સખીઓ સાથે અભ્યાસ કરતી હતી અને બન્ને વચ્ચે એટલી ગાઢ મિત્રતા હતી કે પડોશીઓ તેમને 'દો જિસ્મ મગર એક જાન' તરીકે ઓળખતા હતા. દરમિયાન એક દિવસ પડોશીઓએ સંગીતાને જાણ કરી કે તે ત્યારે નોકરી પર જાય છે ત્યારે સીમા તારા ઘરે પહોંચી જાય છે અને તારા પતિ તથા સીમાને અણછાજતી હરકતો કરતા અમે જોયા છે. જો કે સંગીતાએ પડોશીઓની વાત ધ્યાને લીધી નહતી. તેને પોતાની સખી અને પતિ ઉપર પુરો વિશ્વાસ હતો. સંગીતાને ભાન ના રહ્યં કે કોને શું કહુ પતિનો વાંક કાઢુ કે બાળપણની ખાસ સખીનો ? સંગીતા કશુ વિચારે તે પહેલા તો તેનો પતિ તેના પર તાડુક્યો અને ઝઘડો કરીને સંગીતાને ઘરની બહાર કાઢી મુકી. સંગીતાનો સંસાર ભાંગતા તેણે નોકરી પણ છોડી દીધી અને હાલમાં પિયરમાં રહે છે. જેમના પર જિંદગીભર ભરોસો કર્યો નાનપણની સખીના કારણે યુવતીને ઘરસંસાર અને નોકરી બન્ને છોડવા પડયા.

(5:43 pm IST)