Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

વડોદરાના વાઘોડિયા રોડ પર મોર્નિંગ વોકમાં નીકળવું વેપારીને ભારે પડ્યું:ગળામાંથી અછોડો ચોરી બે બાઈક સવાર રફુચક્કર

વડોદરા: શહેરના વાઘોડિયા રોડ પર વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળેલા વેપારીના ગળામાંથી સોનાનો અછોડો તોડીને બાઇકસવાર બે આરોપીઓ ભાગી છુટયા હતા

વાઘોડિયા રોડ મેઘાનગરમાં રહેતા ધુ્રવભાઇ વાસુદેવભાઇ કરમાણીની (ઉં..૬૩) પથ્થરગેટ રોડ પર વી.આર. ઇલેકટ્રોનિક્સ નામની દુકાન છેનિત્યક્રમ મુજબ આજે સવારે વાગ્યે ધુ્રવભાઇ ઘરેથી મોર્નિગવોક માટે નીકળ્યા હતા

કલાદર્શન ચાર રસ્તા થઇ તેઓ પરિવાર ચાર રસ્તા તરફ જતા હતા તે સમયે પાછળથી મોટર સાયકલ પર બે યુવાનો આવ્યા હતા. ધુ્રવભાઇની નજીક જઇ બાઇક ધીમી પાડી યુવાનો વેપારીની સોનાની ચેન તોડીને પરિવાર ચાર રસ્તા તરફ ભાગી છુટયા હતા. બંન્ને આરોપીઓએ કાળા રંગનો રેનકોટ ટોપી સાથે પહેર્યો હતો

(5:44 pm IST)