Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

સુરતના લાલ દરવાજા વિસ્તારમાં લગ્ન ન થવાની બાબતે ચીડવનાર શખ્સ પર ઉશ્કેરાઈ ચપ્પુથી જીવલેણ હુમલો કરતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરના લાલદરવાજા વિસ્તારમાં ગત ગુરૂવારે રાત્રે 40 વર્ષીય રત્નકલાકારને તેના લગ્ન થતા હોય નવી સિવિલ હોસ્પિટલના વોર્ડ બોયે ચીડવ્યો હતો

આથી રત્નકલાકારે ઠપકો આપતા ઉશ્કેરાયેલા વોર્ડ બોયે રત્નકલાકારને પેટમાં ચપ્પુના બે ઘા અને પગમાં એક ઘા ઝીંક્યા હતા. બનાવ અંગે મહિધરપુરા પોલીસે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના લાલદરવાજા કિલ્લા શેઠની વાડી ઘર નં. 7/542 માં રહેતા 40 વર્ષીય રત્નકલાકાર રૂપેશભાઇ સુરેશભાઇ આંબલીયા હજુ અપરણિત છે

ગત ગુરુવારે રાત્રે 9.30 કલાકે રૂપેશભાઈ મહોલ્લાના રહીશો સાથે છોવાળાની શેરી ખાતે સિમેન્ટ્ના બાકડા ઉપર બેસેલા ત્યારે મહોલ્લામાં નળીયા શેરી શિવ કોમ્પ્લેક્ષ ઘર નં.402 માં રહેતો અને નવી સિવિલ હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે નોકરી કરતો દિપક રવિભાઇ સુર્યવંશી ત્યાં આવ્યો હતો અને રૂપેશભાઈને અપરણીત હોવા બાબતે ચીડવવા માંડયો હતો.

(5:44 pm IST)