Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

વાપી: ભીલાડ નજીકના સરીગામમાં ડમ્પર ચાલકે એક પછી એક 6 પશુઓને હડફેટે લેતા મૃત્યુ નિપજતા અરેરાટી મચી જવા પામી

ભિલાડ:નજીકના સરીગામ એન્જિનિયરીગ ઝોનના મુખ્ય પર શુક્રવારે વહેલી સવારે સર્જાયેલી કરૃણાંતિકામાં એક સાથે પશુના મોત થતાં જીવદયાપ્રેમી સહિત લોકોમાં અરેરાટી ફેલાઈહતી. ૪૫ ટન કોલસો ભરી જતા ડમ્પર ચાલકે એકપછી એક ગાય અને વાછરડાને અડફટે લેતા તમામ પશુઓના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થયા હતા. ઘટના બાદ ચાલક ડમ્પર લઈ ભાગી ગયો હતો.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર સરીગામ જીઆઈડીસીના એન્જિનિયરીંગ ઝોનના મુખ્ય માર્ગ પર શુક્રવારે વહેલી સવારે ૪૫ ટન કોલસો ભરી જતાં ડમ્પર (નં.જીજે-૨૧-ડબ્લ્યુ-૯૫૭૭)ના ચાલકે રોડ પર બેઠેલા પશુઓને એક પછી એક અડફટે લેતા કરૃણાંતિકા સર્જાઈ હતી. ડમ્પર ચાલકની અક્ષમ્ય બેદરકારીને કારણે ગાય અને  વાછડા મળી પશુઓના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થયા હતા. ઘટના બાદ ચાલક ડમ્પર લઈ ભાગી છૂટયો હતો.

(5:45 pm IST)