Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

ખેડા તાલુકાના કાજીપુરા નજીક નવનિર્માણ કંપનીનો વિશાળકાય શેડ ધરાશાયી થતા ત્રણ મજૂરો દબાયા

ખેડા: તાલુકાના કાજીપુરા ગામની કેનાલ પાસે નવનિર્માણ પામી રહેલી કંપનીનો વિશાળ શેડ ઘરાસાઇ થયો હતો. બનાવમાં ત્રણ મજૂરો દબાયા હતા.જેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જે પૈકી એક મજૂરની હાલગંભીર હોવાનુ સુત્રો પાસેથી જાણવા મળ્યુ છે.

ખેડા તાલુકાના કાજીપુરા ગામ પાસે આવેલી એક કંપનીનો વિશાળ શેડ દિવાલ અને પિલ્લરો સાથે કામકાજ દરમ્યાન ઘસી પડયો હતો. બનાવમાં કામ કરતા ત્રણ મજૂરો દબાયા હતા.જેને બહાર કાઢી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અંગે સ્થાનિક નાગરિકોએ જણાવ્યુ હતુ કે વિસ્તારમાં અનેક નવી કંપનીઓ અને વેરહાઉસ બની રહ્યા છે.તે તમામ અહીની ખેતીની જમીનો ઉપર બની રહ્યા છે.જે નીચાણવાળા અને ખાડા જેવા ખેતરોમાં બની રહ્યા છે. ઉપરાંત ખાડા જેવા ખેતરો હોવાથી તમામ કંપનીઓ દ્વારા ખાડા પૂરવા પૂરાણ કરવામાં આવ્યા છે.

(5:46 pm IST)