Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

ગાંધીનગર:આરોગ્ય વિભાગ દ્વારા નવ બાંધકામ સાઈટ પાસેથી મરછરજન્ય બીમારી ફેલાતી ગંદકી જોવા મળતા દંડ ફટકારવામાં આવ્યો

ગાંધીનગર: શહેરમાં સંભવિત મચ્છરજન્ય રોગચાળાને ઉગતો ડામવા માટે આરોગ્ય વિભાગ દ્વારા હવે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત ગઈકાલે નવ બાંધકામ સાઈટ પાસેથી પાંચ હજાર લેખે ૪પ હજારનો દંડ વસુલવામાં આવ્યો હતો. જયારે આજે દુકાનો, હોસ્પિટલ, ફેકટરીમાં મચ્છરોનું બ્રીડીંગ મળી આવતાં કુલ રર,૭૦૦નો દંડ વસુલવામાં આવ્યો છે.  

સરકારના નોટીફીકેશનની સાથેસાથે જિલ્લા પંચાયતે ખાસ મંજુર કરેલી જોગવાઈને ધ્યાનમાં રાખીને વાહકજન્ય રોગ નિયંત્રણ કામગીરી અંતર્ગત જયાં મચ્છર ઉત્પત્તિ સ્થાન જણાય તે ખાનગી એકમ પાસેથી દંડ વસુલવાની કાર્યવાહી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે ઉવારસદ પ્રાથમિક આરોગ્યની ટીમ દ્વારા ઉવારસદ ટીપી- વિસ્તારમાં કાર્યરત મેઘમલ્હાર કન્સ્ટ્રકશન સાઈટની મુલાકાત લેવામાં આવી હતી. જયાં પુષ્કળ પ્રમાણમાં મચ્છરોનું બ્રીડીંગ ઉપરાંત બિમાર મજુરો પણ મળી આવ્યા હતા. જેથી સાઈટને રૂપિયા દસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જયારે પ્રમુખ ઈરોઝન- ખાતેથી પણ પોરા મળી આવતાં તેને પાંચ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જયારે કલોલ અને દહેગામ તાલુકામાં કોલ્ડ સ્ટોરેજ, પંચરની દુકાન, હોસ્પિટલ, ભંગારની દુકાન, નાના કારખાનાં, આઈસ ફેકટરી ખાતે પણ આરોગ્ય કર્મી દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જયાંથી પણ મચ્છરોનું બ્રીડીંગ મળી આવતાં ,૭૦૦ રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો હતો. આમ કન્સ્ટ્રકશન સાઈટ અને નાના એકમો પાસેથી શુક્રવારે રૂા.રર,૭૦૦નો દંડ ઉઘરાવવામાં આવ્યો છે. આગામી દિવસોમાં પોરાશોધક અને પોરાનાશકની સાથે દંડનીય કાર્યવાહી ચાલુ રહેશે તેમ જિલ્લા મેલેરિયા અધિકારી મમતા દતાણીએ જણાવ્યું હતું.

(5:47 pm IST)