Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

નડિયાદ તાલુકાના ચકલાસીમાં ઘરના રસોડામાં સંતાડીને રાખેલ દારૂનો જથ્થો ઝડપી પોલીસે બુટલેગરની ધરપકડ કરી

નડિયાદ:તાલુકાના ચકલાસીમાં આવેલ જીઈબી નજીકમાં રહેતાં જગદીશભાઈ ઉર્ફે સોમાભાઈ બચુભાઈ વાઘેલા પોતાના ઘરમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી ખાનગી રાહે વેચાણ કરતો હતો.

જેથી પોલીસની ટીમે ગતરોજ સાંજના સમયે જગદીશભાઈના ઘરે દરોડો પાડ્યો હતો. જ્યાં હાજર જગદીશભાઈની અટકાયત કરી ઘરની તલાશી લેતાં રસોડામાં નીચેનો એક પથ્થર ઉપસેલો નજરે પડ્યો હતો. પોલીસે પથ્થર ખસેડતાં બાકોરામાં ત્રણ પુઠાંના બોક્સ મૂકેલા નજરે પડ્યાં હતાં. zપોલીસે બોક્ષ બહાર કાઢી જોતાં તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૩૬ નંગ બોટલો મળી આવી હતી. પોલીસે રૂ.૧૦,૮૦૦ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી પકડાયેલા જગદીશભાઈ ઉર્ફે સોમાભાઈ બચુભાઈ વાઘેલા સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(5:48 pm IST)