Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

ઉપરવાસના બંધો સાથેના સમયસર સંકલન તથા સરદાર સરોવરના સુવ્યવસ્થિત સંચાલનથી ભરૂચમાં પૂરની મોટી હોનારત થતી અટકી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : તાજેતરમાં તા.૨૯ ઓગષ્ટથી ૧ સપ્ટેમ્બર વચ્ચે સરદાર સરીવર ડેમના દરવાજા ઘડી હેઠવાસમાં પાણી છેડવાના સરદાર સરોવર નર્મદા નિગમના વ્યવસ્થાપન અંગે મન- ઘડત આક્ષેપો કરી વિવિધ પ્રશ્ન ઉઠાવવાના કેટલાક નર્મદા યોજના વિરોધી તત્વોના પ્રયાસ બાબતે સરદાર સરોવર નર્મદા નિગમે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે ચાલુ ચોમાસાની ઋતુમાં સરદાર સરવર ડેમના સંચાલન તથા વ્યવસ્થાપન અંગેના નિર્ણયો સુપ્રસ્થાપિત ઈજનેરી સિધ્ધાંતોને ધ્યાન માં રાખીનેજ લેવામાં આવે છે.
ઉપરવાસના મધ્યપ્રદેશના બંધોના ઈજનેરો,સેન્ટ્રલ વૉટર કમીશન તથા નર્મદા કંટ્રોલ ઓથોરીટી સાથે સતત સંકલન જાળવીને જે રીતે આ સંચાલન કરવામાં આવ્યું તેનાથી ભરૂચ શહેર અને તેની આજબાજુના ગામોંમાં વિનાશક પુસ્ની સંભવિત મોટી હોનારત ટાળી શકાઈ છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે તા.૧૬ ઓગષ્ટ ૨૦૨૦ ના રોજ નર્મદા બેઝીનમાં વરસાદનું પ્રમાણ ૭.૪ ઘટાડો દર્શાવતું હતું જે તા.૩૧ ઓગષ્ટ ૨૦૨૦ ના રૌજ ૧૮.૬% વધારી દર્શાવે છે.અમરકંટક થી સરદાર સરોવર ડેમ સુધીનો ૧૧૬૩ કિ.મી.લાંબી સમગ્ર નદીના સ્ત્રાવ વિસ્તારમાં વ્યાપક વરસાદ થતાં બાર્ગી,તવા,ઈન્દીરસાગર તથા ઓમકારેશ્વર જેવા ડેમ છલકાઈ જતાં ઉપરવાસ માંથી સતત મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવેલ જેમાં ઓમકારેશ્વર તથા સરદાર સરોવરની વચ્ચે પડેલા ભારે વરસાદનો વઘારો થતાં સરદાર સરોવર ડેમમાંથી તા.૨૮ ઓગષ્ટના સાંજે ૬:૦૦ વાગ્યાથી ૫૦,૦૦૦ કયુસેકસ પાણી છોડવાનું શરૂ કરી રાત્રે ૧૧:૦૦ વાગે ૨.૬૫ લાખ કયુસેકસ પાણી છોડવામાં આવેલ છે ત્યારબાદ તબકકા વાર વધારી તા.૨૯ ઓગષ્ટ રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધીમાં ૩.૬૦ લાખ કયુસેકસ કરવામાં આવેલ.
આ સમગ્ર સંચાલન દ૨મ્યાન હેઠવાસના વહીવટીતંત્રને અને તેઓ.દ્વારા પ્રજાને આગોતરી જાણ તેમજ ચેતવણી આપવામાં આવેલ, તા, ૨૮ ઓગસ્ટના સવારે ૮.૦૦ વાગે સરદાર સરોવર ૨૨૪૩ મીલીયન ઘનમીટર પાણીનો સંગ્રહ થઈ શકે તેવી સ્થિતી હતી, પરંતુ તા.૨૮/૮ થી ૩/૯ સુધી માં ૧૦,૦૦૦ મીલીયન ઘનમીટર કરતાં વધુ પાણી આવરો
સરદાર સરીવરમાં નોંધાવા પામેલ આમ છતાં મદદ અંશે ડેમમાંથી છોડાતું પાણી ૧૦ લાખ કયુસેકસ થી વધે નહીં તે રીતે અને વધુમાં ૧૦.૭૨ લાખ કયુસેક સુધી મર્યાદીત રાખીને સમગ્ર સંચાલન પાર પાડવામાં આવ્યું હતું.
સામાન્ય રીતે કોઈ પણ મોટા ડેમમાં વરસાદી ઋતુમાંજુદા જુદા સમયે નિશ્ચિત કરેલા રુલ લેવલ જાળવવાના હોય છે અને તેનાથી વધુ લેવલ સુધી પાણી ભરી શકાય નહીં, કે જેથી ત્યારબાદ સંભવિત પૂર માટે જરૂરી સંગ્રહ શક્તિ જળવાઈ રહે,સરદાર સરોવરના કિસ્સામાં આ બાબતનું પણ પૂરતું ધ્યાન રાખી સંચાલન કરવામાં આવેલ છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે ઈન્દિરાસાગર ડેમ સમગ્ર નર્મદા ઘાટીમાં સૌથી મોટો ડેમ છે તેમાં ૧૪.૧૩ લાખ કયુસેક કરતાં વધુ પાણીનો આવરો ૩૦ ઓગષ્ટના રોજ નોંધાયેલો હતો.આમ તમામ સંબંધિતો સાથે દિવસ રાત સતત સંકલન કરીને કરવામાં આવેલા સંચાલન ના પરીણામે ભરૂચ શહેર અને તેની આજુ બાજુના ૩૦ હજાર હેકટર વિસ્તારને વિનાશક પુર થી બચાવી શકાયુ છે.
સરદાર સરોવર ડેમના દરવાજાનું સંચાલન ખામી ભરી રીતે કરવામાં આવેલ અપપ્રચારથી ચોંકી ઉઠેલા ચાર સ્વતંત્ર તજજ્ઞો એ આ અંગે ખૂબજ અભ્યાસ પૂર્વક વિશ્લેસણ કરી પોતાના અભિપ્રાય એક સંયુકત ના સ્વરૂપે આપેલ છે.,અને તેમાં સરદાર સરોવર ડેમ થકી કરવામાં આવેલ પુર નિયંત્રણની સરાહના કરવામાં આવેલ છે. આ અભ્યાસે પ્રિન્ટ,ઈલેકટ્રીનીક તેમજ સોશિયલ મિડીયામાં વ્યાપક હકારાત્મક પ્રતિસાદ મેળવેલ છે, એટલું જ નહીં દેશની વિવિધ ઈજનેરી અને જળ વ્યવસ્થાપનને લગતી સંસ્થાઓએ પણ તેને અનુમોદન આપેલ છે.તેમ સરદાર સરોવર સરોવર નર્મદા નિગમે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું છે.

(6:56 pm IST)