Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

સુરતમાં કોરોના સતત બેફામ :સિટીમાં 184 કેસ અને ગ્રામ્યમાં 92 સહીત 277 પોઝીટીવ કેસ : વધુ 396 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

વધુ 4 લોકોના મોત સાથે મૃત્યુઆંક 396 થયો : કુલ કેસની સંખ્યા 22310 થઇ

સુરત : રાજ્યમાં સુરતમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 277 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 185 જયારે ગ્રામીણ વિસ્તારમાં 92 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 22310 પર પહોંચી છે, જયારે આજે 4 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 837 પર પહોંચ્યો છે, તેવામાં આજે 396 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે

રતમાં કોરોના પોઝિટિવના નવા 277 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 185 કેસ નોઁધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 17360 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 92 કેસ સાથે દર્દી સંખ્યા 4950 પર પહોંચી છે. કુલ દર્દી સંખ્યા 22310 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 4 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 837 થયો છે. જેમાંથી 210 મૃત્યુ જિલ્લાના છે અને 627 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 332 જ્યારે જિલ્લામાં આજે 64 દર્દીને રજા આપતા, કુલ 396 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 19003જેમાં ગ્રામીય વિસ્તારના 4066 દર્દી છે ક્યા વિસ્તારમાં કેટલા કેસ? - આજે સેન્ટ્રલ ઝોન 17, વરાછા એ ઝોનમાં 10, વરાછા બી 2 08, રાંદેર ઝોન 34, કતારગામ ઝોનમાં 21, લીબાયત ઝોનમાં 12, ઉધના ઝોનમાં 20 અને અથવા ઝોનમાં 63 કેસ નોંધાયા. છે .

(9:34 pm IST)