Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

ગુજરાત વેપારી મહામંડળ GCCIનીચૂંટણીમાં 50 ટકાથી ઓછું મતદાન : કાલે મત ગણતરી

હોદેદાર -ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ: ભારે ઉત્કંઠા

 

અમદાવાદ: કોરોના મહામારી વચ્ચે ગુજરાત વેપારી મહામંડળ GCCIની યોજાયેલી ચૂંટણીમાં 50 ટકા જેટલું મતદાન થયું હતું કાલે રવિવારે થશે.બપોરે 1 વાગ્યાની આસપાસ પરિણામ જાહેર થવાની શક્યતા છે.

ગુજરાત વેપારી મહાંમડળમાં સવારે 8/30 વાગ્યે શરૂ મતદાન શરૂ થયું હતું.ગુજરાત વેપારી મહામંડળમાં હાલ 3100થી વધુ સભ્યો છે.તેમાંથી બપોરે 4 વાગ્યા સુધીમાં 1455નું મતદાન થયું હતું

કોરોના મહામારીના કારણે જીસીસીઆઇની ચૂંટણી અટકાવવા માટે હાઇકોર્ટમાં રીટ અરજી થઇ હતી.જો કે, હાઇકોર્ટે રીટ અરજી ફગાવી દેતાં આજે ચૂંટણી સંપન્ન થવા પામી હતી.

ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ સાંજે 5 વાગ્યે .જી.એમ.ની બેઠક મળી હતી.જેમાં ચેમ્બરના બેલેન્સીટ, હિસાબો વગેરે મંજુર કરાયા હતા.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સીનીયર વાઇસ પ્રેસીડેન્ટની બે બેઠક, વાઇસ પ્રેસીડેન્ટની 2, જનરલ કેટેગરીમાં 12, લાઇફ પેટ્રન (લોકલ) 4 બેઠક સહિત 18 જેટલાં ઉમેદવારોની ચૂંટણી યોજાઇ હતી.

(12:08 am IST)