Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

અમદાવાદના વસ્ત્રાલમાં ગરબાના સ્ટેપ ભૂલી જતા યુવકને 4 લોકોએ માર્યો માર:યુવકે નોંધાવી ફરિયાદ

વસ્ત્રાલમાં શિવમ એપાર્ટમેન્ટમાં રહેતા રાહુલ બારોટે તેની જ સોસાયટીમાં રહેતા મિહિર સહિત 4 લોકો સામે માર મારવાની ફરિયાદ નોંધાવી: તેના મિત્રોએ ગરબા રમતી વખતે સ્ટેપ ભૂલી જતા તેને પાઈપ વડે માર માર્યો અને અપશબ્દો કહ્યા

અમદાવાદમાં વસ્ત્રાલમાં એક યુવકે ગરબાના ખોટા સ્ટેપ કરતા તેને માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વસ્ત્રાલમાં રહેતા 25 વર્ષિય રાહુલ બારોટે રામોલ પોલીસ સ્ટેશનમાં તેની પડોશમાં રહેતા 4 લોકો સામે માર મારવા અને અપશબ્દો બોલવાની ફરિયાદ નોંધાવી છે. ગરબા રમતી વખતે યુવક ગરબાના સ્ટેપ્સ ભૂલી જતા તેની પડોશમાં રહેતા 4 લોકોએ માર માર્યો હતો. ફરિયાદી રાહુલ બારોટ વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા શિવમ એપાર્ટમેન્ટમાં રહે છે અને તેની સાથે થયેલી મારામારી બાબતે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

  રાહુલે જણાવ્યુ કે તે તેની સોસાયટીમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે. રાહુલ ત્યાં ગરબા રમી રહ્યો હતો, ત્યારે તેની જ પડોશમાં રહેતો મિહિર નામનો વ્યક્તિ તેની પાસે આવી તેને કહેવા લાગ્યો હતો કે તે બરાબર નથી રમી રહ્યો. ત્યારે રાહુલ બારોટે જણાવ્યુ કે તેને બરાબર રમતા ફાવતુ નથી. આ સાંભળી મિહિરે તેને કહ્યું કે તને રમતા નથી આવડતુ તો તે અહીં શું કરી રહ્યો છે. આવુ કહી મિહિરે તેને અપશબ્દો કહ્યા હતા અને રમતા ન આવડતુ ન હોય તો રમવુ જ ન જોઈએ. તેવુ સંભળાવ્યુ હતુ. રાહુલનો આરોપ છે કે મિહિર તેની સાથે ગરબા રમવા બાબતે પહેલા બોલાચાલી કરી હતી અને બાદમાં હાથ ચાલાકી કરવા લાગ્યો હતો. ધીમે ધીમે આ બોલાચાલી મારામારીમાં પરિણમી હતી.

(10:50 pm IST)