Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

LRDની પરીક્ષા આપનાર ઉમેદવારોની પસંદગીની કામચલાઉ યાદી જાહેર

ઉમેદવારોની આ કામચલાઉ યાદી LRD ભરતી બોર્ડની વેબસાઈટ https://lrdgujarat2021.in પર મુકાઈ

અમદાવાદ : રાજ્યમાં LRD ભરતી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે.  LRD ભરતી બોર્ડે LRDની પરીક્ષા આપનાર ઉમેદવારોની પસંદગીની કામચલાઉ યાદી જાહેર કરી છે. ઉમેદવારોની આ કામચલાઉ યાદી LRD ભરતી બોર્ડની વેબસાઈટ https://lrdgujarat2021.in પર મુકવામાં આવી છે. ઉમેદવારો વેબસાઈટ પર આ યાદી જોઈ શકશે.

LRD ભરતી બોર્ડના અધ્યક્ષે મીડિયાને માહિતી આપી જેમાં તેઓએ જણાવ્યું કે  19 ઓગષ્ટ થી 13 સપ્ટેમ્બર સુધી ચકાસણી કરાઇ છે. હાલમાં કામ ચલાઉ પસંદગી યાદ જાહેર કરી છે. જેમાં 20,535 ઉમેદવાર ને દસ્તાવેજો ચકાસણી માટે બોલવાયા છે, જેમાંથી 1500 ઉમેદવાર ગેરહાજર રહ્યા હતા જ્યારે 13 ઉમેદવાર ગેરકાયદેસર ઠેરવાયા છે.

આ સાથે  અનુસૂચિત જાતિ વિભાગ દ્રારા જાતિનું પ્રમાણપત્રની ચકાસણી કરવામાં આવી રહી છે. 11 ઓક્ટોબર સુધી વાંધા અરજી કરી શકાશે. તો જે ઉમેદવાર પોતાનું ઉમેદવારીપત્ર પરત લેવામાં માગતા હોય તો તે 11 ઓક્ટોબર સુધી પરત સ્વૈચ્છિક ખેંચી શકે છે. આ સાથે હસમુખ પટેલે આ  વખતે વેઇટીંગ લિસ્ટ ન રખાયું હોવાની વાત કરી અને 15 ઓક્ટોબર સુધીમાં પરિણામ જાહેર કરવાની શકયતાઓ વ્યકત કરી હતી.

(1:20 am IST)