Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

બ્‍લેકના વ્‍હાઇટ કરવા બનાવટી નોટોની હેરફેર માટે દેશભરમાં આંગડિયા પેઢીનો મુખ્‍ય સૂત્રધાર દ્વારા ખોલવામાં આવી હોવાનો ધડાકો

૩૧૬ કરોડની બનાવટી નોટો ધારાસભાની ચંૂટણીના પડઘમ વાગે છે તેવા સમયે સુરત રૂરલ પોલિસ દ્વારા ઝડપી પાડવામાં આવી તે મામલામાં હજુ પિકચર બાકી હોવાની જોરદાર ચર્ચાઓઃ વીડિયો કોલ દ્વારા બ્‍લેકનાં વ્‍હાઇટ કરવા માગતા લોકોને નોટનો જથ્‍થો બતાવી વિશ્વાસમાં લઇને બૂચ મારી દેવાતું હોવાની સનસનાટીભરી વિગતો જાહેર : હિતેષ અને દિનેશના રાજકોટ અને સૌરાષ્‍ટ્ર કનેકશન, મુખ્‍ય સૂત્રધાર વિકાસ જૈન સહિત ત્રણ ગેંગ મેમ્‍બરો મુંબઇથી ઓપરેટર કરતા, આણંદના વિપુલ પટેલની પણ મહત્‍વની ભુમિકા : સુરત રેન્‍જ વડારાજકુમાર પાંડિયનના માર્ગદર્શન હેઠળ દેશવ્‍યાપી કૌભાંડનું અંતથી ઇતિ સુધીની ચોકાવનારી કથા અકિલા સમક્ષ યુવા સુરત જિલ્‍લા એસપી હિતેષ જોયસર વર્ણવે છે


રાજકોટ તા.૫: દેશના ઇતિહાસમાં આજ સુધી ભાગ્‍યે જ પકડાયો હોય તેવો ૩૧૬ કરોડથી વધુ બનાવટી ચલણી નોટોનો જથ્‍થો સુરત ગ્રામ્‍ય પોલીસના એસપી હિતેષ જોયસર ટીમ દ્વારા સુરત રેન્‍જ વડાના માર્ગદર્શન હેઠળ ઝડપી પાડેલ છે, ત્‍યારે હજુ આતો માત્ર ટ્રેલર હોવાનું અને અસલી પિકચર હજુ બાકી હોવાનું સૂત્રો જણાવે છે. દરમિયાન અકિલા સાથેની વાતચીતમાં સમગ્ર મામલે રસપ્રદ વિગતો સુરતના યુવા ગ્રામ્‍ય એસપી હિતેષ જોયસર દ્વારા રજૂ કરવામાં આવી છે. જે આ મુજબ છે.
એસ.પી.હિતેષ જોયસર દ્વારા અકિલા સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્‍યુ હતું કે, કામરેજ પાસેથી ચોક્કસ બાતમી આધારે સામાજીક સંસ્‍થાની એમબ્‍યુલેન્‍સમાંથી ૨૫ લાખ ૮૦ હજારની નોટ મળી આવતા આ બાબતે ઊંડુ કાવત્રું હોવાનું અમારી ટીમને પ્રથમથી જ આશંકા હતી
પકડાયેલ આરોપીઓ તથા વોન્‍ટેડ આરોપીઓ સાથે મળી ગુજરાત, મહારાષ્‍ટ્ર, મધ્‍યપ્રદેશ, દિલ્‍હી વિગેરે રાજયોમાં વી.આર.લોજીસ્‍ટીકસ નામથી પોતાની આંગડીયાની બ્રાન્‍ચો ચાલુ કરેલ હતી. બાદ તમામ આરોપીઓએ ભેગા મળી કાવત્રુ રચી, જયારે જયારે કોઇ કંપની ટ્રસ્‍ટને ડોનેશન આપવાનું હોય ત્‍યારે ટ્રસ્‍ટ પાસે કંપની ડોનેશનના ૫૦% રકમ લીકવીડ કેસ ટ્રસ્‍ટ પાસે રોકડ રકમ જોવા માટે માંગે છે. ત્‍યારે ટ્રસ્‍ટ સાથે મળી ૧૦% લેખેનો ચાર્જ લઇ પોતાના કબ્‍જામાં રાખેલ બનાવટી ભારતીય ચલણી નોટોનો જથ્‍થો વિડીયો કોલથી કંપનીને બતાવી કંપનીઓ સાથે માતબર રકમ છેતરપિંડી કરી મેળવતા આવેલ હતા. પકડાયેલ આરોપી વિકાસ જૈન અગાઉ પણ વનરાઇ પો.સ્‍ટે. બોરીવલી મુંબઇ ગુ.ર.નં.૨૩૧/ ૨૦ આઇ.પી.સી કલમ ૪૦૬, ૪૨૦, ૪૧૯, ૧૨૦(બી) મુજબના ચિટીંગના ગુનામાં પકડાયેલ છે.
પકડાયેલ આરોપીઓ પૈકી કોઇ પણ આરોપીઓ ફિલ્‍મ બનાવવાના વ્‍યવસાય સાથે કોઇ પણ રીતે સંકળાયેલ નથી. કે ભુતકાળમાં પણ સંકળાયેલ હોય કે આગામી સમયમાં પણ ફિલ્‍મ બનાવવાનો આશય હોય તેવું તપાસ દરમ્‍યાન ખુલવા પામેલ નથી. બનાવટી ચલણી નોટો ઉપર ફિલ્‍મ શુટીંગ લખવાનો એક માત્ર હેતુ કાયદાકીય છટકબારી ઉભી કરી બચવાનો જણાયેલ છે.ે આરોપીઓએ અગાઉથી જ કાયદાકીય પ્રક્રિયામાંથી બચવાના આશયથી યુકિતપૂર્વક ફિલ્‍મ શુટીંગનો હેતુ માટેનો પર્પજ બનાવટી ચલણી નોટો ઉપર રાખી, ગુમરાહ કરવાનો પ્રયત્‍ન કરેલ છે. પરંતુ સદરહું ચલણી નોટો એફઅસએલ, એસબીઆઇ, આરબીઆઇના અધિકારીઓ દ્વારા પરીક્ષણ-નિરીક્ષણ કરી બનાવટી ભારતીય ચલણી નોટો હોવાનો પ્રાથમિક અભિપ્રાય આપેલ છે.
વિશેષમાં એસ.પી. હિતેષ જોયસર દ્વારા અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યુ હતુ કે કામરેજ પાસેથી ચોક્કસ બાતમીના આધારે સામાજીક સંસ્‍થાની એમ્‍બ્‍યુલન્‍સમાંથી ૨૫ લાખ ૮૦ હજારની નોટ મળી આવતા આ બાબતે ઉંડુ કાવત્રુ હોવાનું અમારી ટીમને પ્રથમથી જ આશંકા હતી.
તાજેતરમાં દિકરી એજયુકેશન ટ્રસ્‍ટની એમ્‍બ્‍યુલન્‍સમાંથી બનાવટી ભારતીય ચલણી નોટ અંકિત મુલ્‍ય કિં.રૂ. ૨૫,૮૦,૦૦,૦૦૦/-ની કિંમતની ઝડપી પાડેલ હોય જે બાબતે ઉંડાણપૂર્વક તપાસ કરી ગુનાના મુળ સુધી પહોંચવા માટે તેમજ વિભાગીય પોલીસ અધિકારી શ્રીબી.કે.વનાર નાઓના સુપરવિઝન હેઠળ તથા શ્રીબી.ડી.શાહ પોલીસ ઇન્‍સ્‍પેકટર, એલ.સી.બી સુરત ગ્રામ્‍ય તથા શ્રીએ.ડી.ચાવડા, પોલીસ ઇન્‍સ્‍પેકટર, એસ.ઓ.જી સુરત ગ્રામ્‍ય શ્રીઆર.બી.ભટોર, પોલીસ ઇન્‍સ્‍પેકટર, કામરેજ પો.સ્‍ટેનાઓને જરૂરી માર્ગદર્શન અને દીશા સુચન આપી તેઓની રાહબરી હેઠળ વધુ તપાસ હાથ ધરવામાં આવેલ હતી. જે બાબતે કામરેજ પોલીસ સ્‍ટેશન, જી.સુરત ગ્રામ્‍ય, પાર્ટ-એ, ગુ.ર.નં-૧૧૨૧૪૦૨૦૨૨૨૦૫૧/ ૨૦૨૨, આઇ.પી.સી કલમ ૪૮૯(ક)(ખ)(ગ), ૪૦૬, ૪૨૦, ૨૦૧, ૧૨૦(બી) મુજબથી ગુનો રજીસ્‍ટર કરવામાં આવેલ
જેમાં પકડાયેલ આરોપી હિતેશ પરસોતમ કોટડીયાન સઘન પુછપરછ કરતા બનાવટી નોટોનો જથ્‍થો મુંબઇ ખાતે વી.આર.લોજીસ્‍ટ્રીકસ નામના આંગડીયુ ચલાવતા વિકાશ જૈન પાસેથી લાવેલ હોવાનું અને પોતાના વતનમાં તથા આણંદ ખાતે અન્‍ય જથ્‍થો રાખેલ હોવાનું જણાવતા સુરત જિલ્‍લા પોલીસના અધિકારી/ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી સુરત વિભાગ તથા પોલીસ અધિક્ષકશ્રી સુરત ગ્રામ્‍યનાઓની રાહબારી હેઠળ, પકડાયેલ આરોપીના મુળ વતનમાં તથા આણંદ ખાતેથી બનાવટી નોટોનો માતબર જથ્‍થો શોધી કાઢેલ તેમજ મુંબઇ ખાતે મુખ્‍યસુત્રધાર વિકાસ જૈનની તપાસ કરી ઝડપી પાડી, તેની ઓફીસ, ગોડાઉન, રહેઠાણ સ્‍થળ વિગેરે જગ્‍યાએ સતત દરોડા પાડી, અન્‍ય છુપાવી રાખેલ માતબર બનાવટી ભારતીય ચલણી નોટોનો જથ્‍થો શોધી કાઢી, સંડોવાયેલ અન્‍ય આરોપીઓને દબોચી, સઘન પુછરછ કરી, બનાવટી ભારતીય ચલણી નોટો સપ્‍લાય કરવાના સમગ્ર નેટવર્કનો સુરત જિલ્લા પોલીસ દ્વારા પર્દાફાશ કરી, આરોપીઓ વિરૂધ્‍ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે તેમજ અન્‍ય સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ ચાલુ છે.
પકડાયેલ આરોપીઓના નામ સરનામા બનાવટી ભારતીય ચલણી નોટ સાથે પકડાયેલ આરોપીઃ હિતેષભાઇ પરસોતમભાઇ કોટળીયા (ઉ.૩૮) હાલ રહે મકાન નંબર-૪ ન્‍યુ ગાંધી સોસાયટી મોહુડી વિસ્‍તાર રાજકોટ મુળ રહે. મોટાવડાણા ગામ તા.કાલાવડ જી.જામનગર, દિનેશભાઇ લાલજીભાઇ પોશીયા (ઉ.૪૦) ધંધો એમ્રોડરી મશીન રહે-મકાન નં.એફ/૧/૮૦૧, પવિત્રનગરી એપાર્ટમેન્‍ટ, ખોલવડ, તા.કામરેજ-જી.સુરત મુળ ભાખાગીરગામ તા.ગીર-ગઢડા જી.ગીર સોમનાથ વિગેરે હોવાનું એસ.પી. દ્વારા વાતચીતમાં જણાવેલ

 

(11:51 am IST)