Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’’ની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતનું એક આગવું કદમ : નરેન્દ્રભાઇ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવથી આઝાદીની શતાબ્દી ર૦૪૭ સુધીમાં દેશના અમૃતકાળ માટે આપેલા આત્મનિર્ભર ભારતના કોલને સાકાર કરવા ગુજરાત પ્રતિબદ્ધ : ઉદ્યોગોને આત્મનિર્ભરતા માટે સહાયની ‘‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’’ જાહેર કરતા ભૂપેન્દ્રભાઈ

MSME-મોટા ઉદ્યોગો અને વિશાળ-લાર્જ ઉદ્યોગોને મળશે પ્રોત્સાહન-સહાયના વિવિધ લાભ : યોજનાને પરિણામે આગામી દિવસોમાં રૂ. ૧ર.પ૦ લાખ કરોડના રોકાણ અને ૧પ લાખ જેટલા વિશાળ રોજગાર અવસર સાથે ગુજરાત અગ્રેસર રહેશે : ભૂપેન્દ્રભાઈ પટેલ

રાજકોટ તા.૫

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશની આઝાદીના ૭પ વર્ષ પૂર્ણ થવા અવસરે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ભારતનું આહવાન કર્યુ છે*. 

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતે આ આહવાન ઝિલી લઇને આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા એક મહત્વપૂર્ણ યોજના-સ્કીમ જાહેર કરી છે. 

ઉદ્યોગોને આત્મનિર્ભરતા માટે સહાયની આ ‘‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’’ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતીમાં જાહેર કરી હતી*. 

વડાપ્રધાનશ્રીએ આગામી ર૦૪૭માં દેશ આઝાદીની શતાબ્દી મનાવે ત્યાં સુધીમાં આત્મનિર્ભર ભારતનો કોલ સાકાર કરવાનું વિઝન આપ્યું છે. 

તેમણે આયાત પર નિર્ભરતા ઘટાડવા સાથે ઊર્જા સ્વનિર્ભરતા વધારવાનો અને કોરોના મહામારી પછીના સમયમાંથી વિશ્વ બહાર આવી રહ્યું છે ત્યારે ગ્લોબલ સપ્લાય ચેઇનમાં ભારતનું વ્યૂહાત્મક સ્થાન બનાવવાનો ધ્યેય રાખ્યો છે. 

વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં ભારત વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વિકસતા અર્થતંત્ર તરીકે ઉભરી આવ્યું છે. આ તકનો લાભ લઇને ગુજરાત પણ ઉદ્યોગોને આકર્ષી સ્થાનિક ઉત્પાદનોને સહયોગ પૂરો પાડીને રોજગાર અને મેન્યૂફેકચરીંગ ક્ષેત્રોમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરે તેવો આ સ્કીમ્સનો મૂળ આશય છે. 

મુખ્યમંત્રીશ્રીએ આ મહત્વાકાંક્ષી યોજના અંગેની વિસ્તૃત વિગતો આપતાં કહ્યું કે, ગુજરાત ઊદ્યમીતા અને ઉદ્યોગ સાહસિકતાની ભૂમિ છે. દેશનું મેન્યૂફેકચરીંગ હબ છે. 

ગુજરાત આવી અપાર ક્ષમતાઓને પરિણામે વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારત વિઝનને સાકાર કરવામાં આત્મનિર્ભર ગુજરાતથી લીડ લેવા સજ્જ છે. 

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યુ કે, આ વિઝનને પાર પાડવા આવનારા વર્ષોમાં દેશમાં વ્યૂહાત્મક અને થ્રસ્ટ એરિયાના ઉદ્યોગો, ઇન્ડસ્ટ્રીઝને જે વિશેષ સહાય-મદદ આવશ્યક છે તે પુરી પાડવામાં આ સ્કીમ્સ ઉપયુકત બનશે. 

*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કોપ-ર૬ Cop-26 સમિટમાં ‘પંચામૃત’નો વિચાર આપ્યો છે. આ વિચારને સુસંગત રહીને ઉદ્યોગોને કલીનર મેન્યૂફેકચરીંગ પ્રેક્ટીસીસ અને ડી કાર્બનાઇઝેશન ઇનીશ્યેટીવ અપનાવી વિશ્વ સાથે સ્પર્ધામાં ઊભા રહેવા માટે પ્રોત્સાહિત કરવા પણ આ સ્કીમ્સ જરૂરી છે એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું* 

આ ‘આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર ઇન્સેટીવ્ઝ ટૂ ઇન્ડસ્ટ્રીઝ’ દ્વારા રાજ્ય સરકારે ઉદ્યોગ સાહસિકોની ઊદ્યમીતા અને તેમની અપેક્ષાઓ, તેમના રોકાણના જોખમો ઓછા કરી વધુ પ્રોત્સાહન આપવાનો ધ્યેય રાખ્યો છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું*. 

આ સ્કીમ્સ રાજ્યમાં ઊદ્યમીતા-ઉદ્યોગ સાહસિકતા માટે નવું વાતાવરણ સર્જવા સાથે યુવા સાહસિકોને ઇનોવેશન દ્વારા જોબ ક્રિએટર બનવા માટે પ્રેરિત કરશે અને વિશાળ સંખ્યામાં ક્વોલિટી જોબ ઓર્પોચ્યુનિટી ઊભી થશે. 

એટલું જ નહિ, MSME, લાર્જ અને મેગા એન્ટરપ્રાઇઝીઝને મળનારા એમ્પ્લોયમેન્ટ લીન્કડ ઇન્સેટીવ્ઝથી રાજ્યમાં ઇન્ડસ્ટ્રીયલ વર્કફોર્સ તૈયાર કરવામાં પણ ગતિ આવશે. 

આ ઉપરાંત રાજ્યમાં ન્યૂ મેન્યૂફેકચરીંગ સેક્ટરનો વિકાસ થવાથી તેને આનુષાંગિક નાના-મોટા ઉદ્યોગોની એક આખી ઇકોસિસ્ટમ ઊભી થશે જે મેન્યૂફેકચરીંગ સેક્ટરમાં ગ્લોબલ એક્ઝામ્પલ બની રહેશે. 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કરેલી આ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝમાં MSME સેક્ટરને જે પ્રોત્સાહનો અપાવાના છે તેની ભૂમિકા ઉદ્યોગ રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ આપી હતી. 

તેમણે કહ્યું કે, દેશના મેન્યૂફેકચરીંગ આઉટપૂટમાં સૌથી વધુ યોગદાન ગુજરાતના ૩૩ લાખ જેટલા MSME નું છે. 

MSME ઉદ્યોગ સાહસિકોની પ્રેરક ઊદ્યમીતાને પરિણામે દેશ અને દુનિયાની બજારને અનુરૂપ ઉત્પાદનો અને સેવાઓનું વિશાળ ફલક રાજ્યમાં વિસ્તર્યુ છે. ગુજરાત કેટલાક કી સેક્ટર્સમાં નેશનલ લીડર્સ તરીકે પ્રસ્થાપિત થયું છે તેમજ ઉદ્યોગો માટે રોકાણનું શ્રેષ્ઠ પસંદગીનું સ્થળ બન્યું છે. 

એટલું જ નહિ, નિકાસમાં પણ ગુજરાત દેશભરમાં અગ્રેસર છે. MSME સેક્ટર યુવાઓ માટે રોજગાર નિર્માણ અને ગ્રામીણ તેમજ પછાત વિસ્તારોના ઔદ્યોગિકરણથી રાષ્ટ્રનિર્માણમાં ઉલ્લેખનીય પ્રદાન કરે છે. 

રાજ્યમાં MSMEને ખિલવા અને વિકસવાની વધુ મોકળાશ તથા પ્રોત્સાહનો આપવા સાથે યુવાશક્તિની ઊદ્યમીતાને વિસ્તારવા આ સ્કીમ્સમાં MSME સહિતના સેક્ટર્સ માટે ઉદાર પ્રોત્સાહનો-ઇન્સેટીવ્ઝ જાહેર કરવામાં આવ્યા છે. 

 

આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ અન્વયે મોટા ઉદ્યોગોને થનારા લાભો

ઇન્ડસ્ટ્રીયલ ઇકો સિસ્ટમમાં MSME વ્યૂહાત્મક સ્થાન ધરાવે છે તે જ પરિપાટીએ ગ્લોબલ મેન્યૂફેકચરીંગ ચેમ્પીયન્સને પણ વિકાસ માટે પ્રોત્સાહિત કરવા ગુજરાતમાં વેલ ડેવલપ્ડ બિઝનેસ ઇકો સિસ્ટમ, પોલીસી ડ્રીવન સ્ટેટ તરીકે ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી પોલિસીઝ અને વિશાળ માળખાકીય સુવિધાઓ મોટા લાર્જ સ્કેલ ઇન્વેસ્ટમેન્ટ-રોકાણો પણ આકર્ષીત કરે છે. 

આવા રોકાણો રાજ્ય અને રાષ્ટ્રની ઇકોનોમી તથા રોજગાર સર્જનમાં વિવિધલક્ષી ભૂમિકા નિભાવશે. આ રોકાણો રાજ્યમાં MSME માટે ફોરવર્ડ-બેકવર્ડ લિન્કેજીસ પણ પુરૂં પાડશે. 

રાજ્ય સરકારે આ બધા હેતુસર *આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસીસ્ટન્સ ટુ લાર્જ ઇન્ડસ્ટ્રીઝ’’ માટે જે વિશેષ પ્રોત્સાહનો જાહેર કર્યા છે તે આ મુજબ છે. 

આત્મનિર્ભર ભારતના વિઝનને ધ્યાનમાં રાખી મેન્યૂફેકચરીંગના વૈશ્વિક પ્રવાહો પ્રમાણે ૯ થ્રસ્ટ સેક્ટર(૨૨ સબ-સેક્ટર)ને મુખ્ય મેન્યૂફેકચરીંગ સેક્ટર તરીકે ઓળખવામાં આવ્યા છે.

મોટા ઉદ્યોગોને ફિક્સ્ડ કેપિટલ ઈન્વેસ્ટમેન્ટના ૧૨ ટકા સુધીની કુલ વ્યાજ સબસિડી

૧0 વર્ષ માટે ઈ.પી.એફ. રીએમ્બર્સમેન્ટ 

નેટ એસ.જી.એસ.ટી. રિએમ્બર્સમેન્ટ પેટે ઉદ્યોગોને ફિક્સ્ડ કેપિટલ ઈન્વેસ્ટમેન્ટના ૭૫ ટકા સુધી ૧૦ વર્ષ સુધી મળશે. 

૫ વર્ષ માટે વીજડ્યુટીમાંથી મુક્તિ 

આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસીસ્ટન્સ ટુ મેગા ઈન્ડસ્ટ્રીઝની મુખ્ય વિશેષતાઓ જોઈએ તો ,

વિશ્વ સાથે સ્પર્ધા કરવા માટે રાજ્યમાં મેગા સ્કેલ મેન્યૂફેકચરીંગ એન્ટરપ્રાઇઝીસને વેગ આપી અર્થતંત્રનો સ્કેલ વધારવાની રાજ્ય સરકારે નેમ રાખી છે. 

ઉદ્યોગ રાજ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્ટ ટુ ઇન્ડસ્ટ્રીઝ અંતર્ગત મેગા ઇન્ડસ્ટ્રીઝને અપનારા પ્રોત્સાહનો વિશે પણ જાણકારી આપી હતી. 

આવી ઈન્ડસ્ટ્રીઝ માટે મેન્યૂફેકચરીંગના વૈશ્વિક પ્રવાહો પ્રમાણે ૧0 થ્રસ્ટ સેક્ટર(૨૩ સબ-સેક્ટર)ને મુખ્ય મેન્યૂફેકચરીંગ સેક્ટર તરીકે ઓળખવામાં આવ્યા છે.

રૂ. ૨૫00 કરોડથી વધુનું રોકાણ ધરાવતા અને ૨૫00થી વધુ લોકોને રોજગારી પૂરી પાડતા ઈન્ડસ્ટ્રીયલ યુનિટ્સને આ સ્કીમ હેઠળ વિશેષ ઈન્સેન્ટિવ્ઝ આપવામાં આવશે.

ઇન્ડસ્ટ્રીઝને ફિક્સ્ડ કેપિટલ ઈન્વેસ્ટમેન્ટના ૧૨ ટકા સુધીની કુલ વ્યાજ સબસિડી

૧0 વર્ષ માટે ઈ.પી.એફ. રિએમ્બર્સમેન્ટ 

નેટ એસ.જી.એસ.ટી. રિએમ્બર્સમેન્ટ પેટે ઉદ્યોગોને ફિક્સ્ડ કેપિટલ ઈન્વેસ્ટમેન્ટના ૧૮ ટકા સુધી ૨૦ વર્ષ સુધી મળશે. 

પ્રોજેક્ટ માટે ખરીદવામાં આવેલી કે લીઝ માટેની જમીનને સ્ટેમ્પ ડયુટી અને રજીસ્ટ્રેશન ચાર્જમાંથી ૧૦૦ ટકા માફી,૫ વર્ષ માટે ઇલેકટ્રીસિટી ડયૂટીથી મુકિત 

આ સમગ્ર યોજનાથી આવનારા દિવસોમાં ગુજરાત દેશમાં મેન્યૂફેકચરીંગ લેન્ડ સ્કેપમાં આત્મનિર્ભરતાથી આગવું સ્થાન ઊભું કરશે એવો વિશ્વાસ ઉદ્યોગ રાજ્ય મંત્રીશ્રીએ દર્શાવ્યો હતો. 

આ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝને પરિણામે રાજ્યમાં રૂ. ૧ર.પ૦ લાખ કરોડનું જંગી રોકાણ આવશે એવો અંદાજ રાખવામાં આવ્યો છે. એટલું જ નહિ, ૧પ લાખ જેટલા વિશાળ રોજગાર અવસરોનું પણ સર્જન આના પરિણામે થશે. 

આ સ્કીમના લોન્ચિંગ અવસરે મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, ઉદ્યોગ કમિશનર શ્રી રાહુલ ગુપ્તા અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

 

 

 

 

આ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ અંતર્ગત MSMEને મળનારા લાભો

 

 

 

નેટ એસ.જી.એસ.ટી. રિએમ્બર્સમેન્ટ પેટે ઉદ્યોગોને ફિક્સ્ડ કેપિટલ ઈન્વેસ્ટમેન્ટના ૭૫ ટકા સુધી ૧૦ વર્ષ સુધી મળશે. 

   માઈક્રો ઈન્ડસ્ટ્રીઝ માટે ૩૫ લાખ રૂપિયા સુધીની કેપિટલ સબસિડી

એમ.એસ.એમ.ઈ. માટે ૭ વર્ષ સુધી ૩૫ લાખ રૂપિયા સુધીની વાર્ષિક વ્યાજ સબસિડી 

૧0 વર્ષ માટે ઈ.પી.એફ. રિએમ્બર્સમેન્ટ 

૫ વર્ષ માટે વીજડ્યુટીમાંથી મુક્તિ 

મહિલાઓ, યુવાનો, અને દિવ્યાંગ ઉદ્યોગસાહસિકો માટે વધારાના ઈન્સેન્ટિવ્ઝ

(2:41 pm IST)