Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

ગાંધીનગર શહેર નજીક વાવોલમાં રહેતો પરપ્રાંતીય યુવાન સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી રફુચક્કર થઇ જતા ગુનો દાખલ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા વાવોલ ગામમાં પાડોશમાં જ રહેતો પરપ્રાંતનો યુવાન સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયો હોવાની વિગતો બહાર આવી છે. જે મામલે સગીરાના પરિવારજનોએ સેક્ટર-૭ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને મધ્યપ્રદેશમાં ટીમો રવાના કરી છે.

આ અંગે મળતી વિગતો પ્રમાણે, ગાંધીનગર શહેર નજીક આવેલા વાવોલ ગામમાં આવેલી વસાહતમાં પરપ્રાંતનો યુવાન તેના પિતા સાથે રહેતો હતા અને અહીં રંગકામ કરતો હતો પાડોશમાં રહેતી સગીરાને આ યુવાન તેના પ્રેમઝાળમાં ફસાવી હતી દરમ્યાનમાં ગઇકાલે સવારના સમયે સગીરા ઘરેથી દૂધ લેવા માટે નિકળી હતી અને પરત નહીં ફરતા પરિવારજનોએ તેણીની શોધખોળ કરી હતી પરંતુ આ સગીરાનો ક્યાંય પતો લાગ્યો ન હતો. દરમ્યાનમાં પાડોશમાં રહેતો આ યુવાન પણ ઘરે ન હતો અને તેનું ઘર પણ બંધ હતું. ફોન કરતા તે પણ બંધ આવતા હતા. તેથી આ યુવાન જ તેણીને લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયો હોવા અંગે સેક્ટર-૭ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને યુવાનને શોધવા માટે મધ્યપ્રદેશમાં ટીમો રવાના કરી છે.

(7:13 pm IST)