Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

સુરતના પુણા વિસ્તારમાં મધ્યરાત્રીએ ચપ્પુ મારી યુવાનની લાશ મળી આવતા અરેરાટી મચી જવા પામી

સુરત: શહેરના પુણા વિસ્તારમાં આઇમાતા ચોકડી પાસે આવેલા ક્રોસ રોડ નજીક રેસ્ટોરન્ટ પાસે મંગળવારે મોડી રાત્રે યુવાનની માથામાં ચપ્પુ મારી હત્યા કરી લાશ પીકઅપ વાનમાં લાવી જાહેરમાં મૂકી અજાણ્યાઓ ફરાર થઈ જતા પોલીસ દોડતી થઈ હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પુણા વિસ્તારમાં આઇમાતા ચોકડી પાસે આવેલા ક્રોસ રોડ નજીક રેસ્ટોરન્ટ પાસે મંગળવારે મોડી રાત્રે એક પીકઅપ વાન આવી હતી અને તેમાંથી અજાણ્યાઓ એક યુવાનની લાશ જાહેરમાં મૂકી ફરાર થઈ જતાં ખળભળાટ મચી ગયો હતો.આ અંગે પોલીસને જાણ કરતાં પૂણા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરતા યુવાનને માથામાં ચપ્પુ મારી હત્યા કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે યુવાનની ઓળખ માટે તજવીજ હાથ ધરતા તેની ઓળખ ગોડાદરા ધ્રુવપાર્ક સોસાયટીના રહેવાસી મહિપાલ આહીર તરીકે થઈ હતી.હાલ પુણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(7:18 pm IST)