Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

વડાપ્રધાન મોદીએ લાઇનમાં ઉભા રહીને મતદાન કર્યું

મત આપ્‍યા બાદ અભિવાદન ઝીલ્‍યું : રાણીપમાં બુથની બહાર હજારોની સંખ્‍યામાં ભીડ ઉમટી

અમદાવાદ તા. ૫ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આજે બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્‍યું છે. આ દરમ્‍યાન આજે દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ રાણીપમાં નિશાન પબ્‍લિક સ્‍કૂલના મતદાન કેન્‍દ્ર પર પહોંચ્‍યા હતા. અહીં તેમણે લાઈનમાં ઉભેલા લોકોની સાથે પોતાનો મત આપ્‍યો. આ દરમિયાન પીએમએ તેમની સામે ઉભેલા લોકોનું પણ હાથ જોડીને અભિવાદન કર્યું. મહત્‍વનું છે કે,ᅠવડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીᅠજયારે વોટ આપવા પહોંચ્‍યા ત્‍યારે બુથની બહાર હજારોની સંખ્‍યામાં ભીડ ઉમટી પડી હતી.

ત્‍યારે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદી અને કેન્‍દ્રિય ગૃહમંત્રી અમિત શાહે યુવાનો અને નાગરિકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી. તો બીજી તરફ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ટ્‍વિટ કરીને જણાવ્‍યુ હતું કે, ‘ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં સૌ નાગરિકોને, ખાસ કરીને યુવા તેમજ મહિલા મતદારોને, અચૂક મતદાન કરવા માટે અનુરોધ કરૂં છું. હું સવારે ૯ વાગ્‍યે અમદાવાદમાં મારો મત આપીશ.'વડાપ્રધાને મત આપ્‍યા બાદᅠ મતદાનનું ચિહ્ન બતાવીને નાગરિકોને લોકશાહીના પર્વમાં જોડાઈને મતદાન કરવાની અપીલ કરી હતી.ᅠ મતદાન કર્યા બાદ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી પ્રથમ વારᅠ મોટા ભાઈ સોમાભાઈના ઘરે પણ ગયા હતા.ᅠ વડાપ્રધાનᅠ તરીકેનો પદભાર સંભાળ્‍યા બાદᅠ તેઓ પ્રથમ વાર મોટા ભાઈને ત્‍યાંᅠ ગયા હતા.ᅠ જયાંᅠ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીᅠ મોટાભાઈ સોમાભાઈના પરિવાર સાથે મુલાકાત કરી હતી.

(11:51 am IST)