Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

બીજા તબક્કાની ચૂંટણીમાં અનેક જગ્યાએ ઇવીએમમાં ખામી

નારણપુરા અને બનાસકાંઠાના વાવમાં લાંબી લાઇનો લાગી

રાજકોટ,તા.૫ : ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨માં બીજા તબક્કાનું મતદાન શરૃ થઇ ગયુ છે. ઉત્ત્।ર ગુજરાત અને મધ્ય ગુજરાતની ૧૪ જિલ્લાની ૯૩ બેઠક માટે મતદાન થઇ ગયુ છે. અમદાવાદના નારણપુરા અને બનાસકાંઠાના વાવમાં ચ્સ્પ્ ખોટવાતા મતદારોની લાંબી લાઇન લાગી હતી.

અમદાવાદના નારણપુરાના એક બૂથમાં ચ્સ્પ્માં ખામી સર્જાઇ હતી. ગુજરાતી શાળા નંબર ૪માં ચ્સ્પ્માં ખામી સર્જાતા ફરજ પરનો સ્ટાફ ચ્સ્પ્કાર્યરત કરવામાં વ્યસ્ત બન્યો હતો. મોડાસાના સીકા ગામમાં પણ ચ્સ્પ્ ખોટવાયુ હતું. વાવના મીઠાવીચારણ ગામમાં ચ્સ્પ્માં મશીન ખોટવાયું હતું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં ૧૪ જિલ્લાની ૯૩ બેઠક પર કુલ ૮૩૩ ઉમેદવાર મેદાનમાં છે. જેમાં અમદાવાદની ૨૧ બેઠકમાં સૌથી વધુ ૨૪૯, બનાસકાંઠામાં ૭૫, વડોદરામાં ૭૨, આણંદમાં ૬૯, મહેસાણામાં ૬૩, ગાંધીનગરમાં ૫૦, ખેડામાં ૪૪, પાટણમાં ૪૩, પંચમહાલમાં ૩૮, દાહોદમાં ૩૫, અરવલ્લીમાં ૩૦, સાબરકાંઠામાં ૨૬, મહીસાગરમાં ૨૨, છોટા ઉદેપુરમાંથી ૧૭ ઉમેદવાર વચ્ચે મુકાબલો થશે.

કુલ ઉમેદવાર- ૮૩૩

પુરૃષ ઉમેદવાર- ૭૬૪

મહિલા ઉમેદવાર- ૬૯

ઉમેદવાર કયાં વધારે? કયાં ઓછા?- સૌથી વધુ ઉમેદવાર

બાપુનગર- ૨૯

સૌથી ઓછા ઉમેદવાર

ઇડર- ૦૩

રાજકીય પક્ષો- ૬૧ રાજકીય પક્ષ

મતદારોઃ કયાં વધારે? કયાં ઓછા?: સૌથી નાનો વિધાનસભા મત વિસ્તાર

બાપુનગર (૨,૦૭,૪૬૧ મતદાર)

સૌથી મોટો વિધાનસભા મત વિસ્તાર

ઘાટલોડિયા (૪,૨૮,૫૪૨ મતદાર)

વિસ્તારઃ કયો મોટો? કયો નાનો?: સૌથી નાનો વિધાનસભા મત વિસ્તાર

દરિયાપુર (૦૬ ચો કિ.મી)

સૌથી મોટો વિધાનસભા મત વિસ્તાર

રાધનપુર (૨,૫૪૪ ચો. કિ.મી)

કુલ મતદારોઃઙ્ગ૨,૫૧,૫૮,૭૩૦

પુરૃષ મતદાર-ઙ્ગ૧,૨૯,૨૬,૫૦૧

મહિલા મતદાર-ઙ્ગ૧,૨૨,૨૬,૫૦૧

ત્રીજી જાતિના મતદાર– ૮૯૪

૧૮થી ૧૯ વર્ષની વયના મતદાર-ઙ્ગ૫,૯૬,૩૨૮

૯૯ વર્ષથી વધુ વય ધરાવતા મતદારો-ઙ્ગ૫,૪૧૨

ફય્ત્ મતદાર-ઙ્ગકુલ ૬૬૦

પુરૃષ-ઙ્ગ૫૦૫

મહિલા-ઙ્ગ૧૫૫

મતદાન સ્થળ-ઙ્ગ૧૪,૯૭૫

૨,૯૦૪ શહેરી વિસ્તારમાં

૧૨,૦૭૧ ગ્રામ્ય વિસ્તારમાં

વિશિષ્ટ મતદાન મથક-ઙ્ગ૯૩ મોડલ મતદાન મથક

૯૩ દિવ્યાંગ સંચાલિત મતદાન મથક

૯૩ ઇકો ફ્રેન્ડલી મતદાન મથક

૬૫૧ સખી મતદાન મથક

૧૪ યુવા સંચાલિત મતદાન મથક.

(12:26 pm IST)