Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

હાર્દિકને પડકાર પસંદ : લોકોનો પ્રેમ અમારી સાથે : કિંજલ પટેલ

વિરમગામ ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલના ધર્મ૫ત્નીએ જીતનો વિશ્વાસ વ્યકત કર્યો

વિરમગામ તા.૫ : ગુજરાતમાં આજે વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. તમામ પક્ષો પોતપોતાની જીતના દાવા પણ કરી રહ્યા છે. દરમિયાન આ ચૂંટણીમાં ભાજપના પ્રખ્યાત ચહેરા હાર્દિક પટેલની પત્નીનું નિવેદન સામે આવ્યું છે. હાર્દિક વિરમગામ બેઠક પરથી મેદાનમાં છે, જ્યાં આજે મતદાન પણ થઈ રહ્યું છે. હાર્દિકના પત્ની કિંજલબેન પટેલે જણાવ્યું હતું કે આ બેઠક પર કોઈ નજીકની લડાઈ નથી કારણ કે બધા હાર્દિકની સાથે છે.હાર્દિકની પત્ની કિંજલબેન પટેલે કહ્યું કે અમે પરિણામની રાહ જોઈ રહ્યા છીએ. હાર્દિકને પડકારો ગમે છે અને તે આ પડકારને પણ પાર કરશે. તેમણે કહ્યું કે અમારા વિસ્તારમાં હાર્દિક સાથે હરીફાઈ કરનાર કોઈ નથી અને લોકોનો પે્રમ અમારી સાથે છે.વિરમગામના ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલે મતદાન પહેલા તમામને મતદાન કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે આપણે મતદાન માટે આપણી શકિતનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે ચૂંટણી લોકશાહીની સુંદરતા છે. તેમણે કહ્યું કે ભાજપે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખી છે અને ગુજરાતના વિકાસ માટે કામ કર્યું છે.આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે મતદાન શરૃ થઈ ગયું છે. અમદાવાદની ૧૬ વિધાનસભા બેઠકો સહિત ૯૩ બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે. મધ્ય અને ઉત્તર ગુજરાતના ૧૪ જિલ્લાઓમાં ફેલાયેલા ૯૩ મતવિસ્તારોમાં આજે ૨.૫ કરોડથી વધુ મતદારો રાજકીય પક્ષોનું ભાવિ નક્કી કરશે. પીએમ મોદીએ પણ ટ્વીટ કરીને જનતાને વોટ કરવાની અપીલ કરી છે.

(3:35 pm IST)