Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

ગુજરાતમાં હું ૨૭ વર્ષના ભાજપના શાસનનો અંત જોઈ રહ્યો છું: શંકરસિંહ વાઘેલા

નવી દિલ્‍હી, તા.૫: ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ આજે બીજા તબક્કાનું મતદાન યોજાઇ રહ્યુ છે. બીજા તબક્કાના મતદાનમાં ઉત્તર ગુજરાત અને મધ્‍ય ગુજરાતના ૧૪ જિલ્લાની ૯૩ બેઠકોનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં ૮૩૩ ઉમેદારો ચૂંટણી લડી રહ્યા છે. જેમાં ૬૯ મહિલા ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. ૧૩ બેઠકો અનુસુચિત જનજાતિ માટે રિઝર્વ બેઠકો છે. આ સાથે ૬ બેઠકો અનુસુચિત જાતિ માટે અનામત છે.

ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રી શંકરસિંહ વાઘેલાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્‍યું હતું કે, બીજા તબક્કામાં ઓબીસી બહુમતીવાળા વિસ્‍તારમાં મતદાન થઈ રહ્યું છે. કોંગ્રેસે ચૂંટણી જીતવા પર ઓબીસી મુખ્‍યમંત્રી આપવાની વાત કહી છે. એટલા માટે મને લાગે છે કે, મધ્‍ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને આ સમગ્ર વિસ્‍તાર કોંગ્રેસને વોટ આપશે. હું ગુજરાતમાં ભાજપના ૨૭ વર્ષના શાસનનો અંત જોઈ રહ્યો છું.

(4:20 pm IST)