Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

થોડો આરામ પણ કરો... વડાપ્રધાન મોદીની મહેનત પર ભાવુક થયા મોટા ભાઇ : સલાહ આપી

મતદાન કર્યા બાદ ભાઇના ઘરે આશિર્વાદ લેવા પહોંચ્‍યા

ગાંધીનગર તા. ૫ : ગુજરાતમાં આજે બીજા તબક્કાના મતદાન દરમ્‍યાનᅠPM મોદીᅠમત આપ્‍યા બાદ પોતાના મોટાભાઈ સોમાભાઇ મોદીના ઘરે આશીર્વાદ લેવા પહોંચ્‍યા હતા. જે બાદમાં સોમાભાઈ મોદી PM વિશે વાત કરતાં ભાવુક થઈ ગયા હતા. તેમણે ભાવુક થતાં કહ્યું હતું કે, તમે ખૂબ જ મહેનત કરો છો દેશ માટે.... થોડો આરામ પણ કરો. ᅠ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના મોટાભાઈ સોમાભાઇ મોદીએ કહ્યું હતું કે, મારો મતદાતાઓને એક સંદેશ છે કે, પોતાના મતનો સાચો ઉપયોગ કરવામાં આવે. દેશનો વિકાસ થાય તેવી પાર્ટીને વોટ આપવો જોઈએ. એવા લોકોને પસંદ કરવામાં આવે. આ સાથે તેમણે જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં સારૂં મતદાન ચાલી રહ્યું છે. ᅠતેમણે ઉમેર્યું હતું કે, ૨૦૧૪થી રાષ્ટ્રીય લેવલે ડેવલપમેન્‍ટ થયા તે લોકો જોવે છે, નજરઅંદાજ નથી કરતાં. અને એના આધાર પર જ વોટિંગ થઈ રહ્યું છે.ᅠ આ તરફ આજે જયારે પ્રધાનમંત્રી મોદી તેમના મોટાભાઈના આશીર્વાદ લેવા પહોંચ્‍યા હતા. જે બાબતે સોમાભાઇ મોદીને પૂછતાં તેઓએ ભાવુક થતાં કહ્યું હતું કે, તમે ખૂબ જ મહેનત કરો છો દેશ માટે.... થોડો આરામ પણ કરો. તેમણે કહ્યું હતું કે, ૨૦૧૪ પછી કેન્‍દ્રએ જે પ્રકારનું કામ કર્યું છે તેને લોકો અવગણી શકે નહીં. મેં તેમને (PM મોદી) પૂછ્‍યું કે, તેઓ દેશ માટે ઘણું કામ કરે છે, તેમણે થોડો આરામ પણ લેવો જોઈએ.

(4:16 pm IST)