Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

બાયજુસ ઈન્‍ટરેકિટવ અભ્‍યાસ સાથે અમો બોરીચા સફળતા તરફ આગળ વધી રહ્યા છે

અમદાવાદઃ રાજકોટના ૧૬ વર્ષીય વિદ્યાર્થી ઓમ બોરીચાએ વિવિધ વેઈટલિફિં્‌ટગ અને પાવરલિફિં્‌ટગ ચેમ્‍પિયનશિપમાં સિમાચિホ બનાવીને રાજ્‍યને ગૌરવ અપાવ્‍યું છે. સર્વોદય માધ્‍યમિક શાળામાં અભ્‍યાસ કરતા, આ યુવાન વિદ્યાર્થી, તેના સપનાને આસમાને પહોંચવાનો અને આ વિશિષ્ટ સ્‍થાન પર શ્રેષ્ઠ દેખાવ કરવાનો ધ્‍યેય ધરાવે છે. તે માત્ર એક પ્રશિક્ષિત વેઇટ અને પાવરલિફ્‌ટર નથી પણ કરાટેમાં બ્‍લેક બેલ્‍ટ ધરાવે છે, જે આ રમતમાં હાંસલ કરવા માટેનું સર્વોચ્‍ચ ધોરણ છે. ઓમ તેની શિક્ષણ અને રમતગમતની સફર બંનેનું સંચાલન કરતી વખતે અદભૂત કામગીરી હાંસલ કરવા માટે સમર્પણ, દ્રઢતા અને શકિતનું ઉત્તમ ઉદાહરણ છે. પોતાની સિદ્ધિઓ વિશે બોલતાં, ઓમે કહ્યું, પાવરલિફિં્‌ટગ અને વેઈટલિફિં્‌ટગ ખૂબ જ નાની ઉંમરથી મારો શોખ છે. હું માનું છું કે દરેક વિદ્યાર્થીએ મોટા થઈને તેમના શિક્ષણની સાથે કોઈને કોઈ રમત કે પ્રવળત્તિ કરવી જોઈએ. તેની સાથે, હું એનડીએની પરીક્ષા પણ આપવા માંગુ છું અને જ્‍યારે હું મોટો થઈશ ત્‍યારે દેશની સેવા કરવા માંગુ છું, તેથી મારે મારા શિક્ષણશાષા પર ખૂબ ધ્‍યાન આપવાની જરૂર છે.

(4:39 pm IST)