Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

ભાજપને 2017 કરતાં વધારે સીટ મળશે: તમામ એક્ઝિટ પોલના તારણ

એબીપી મુજબ દક્ષિણ ગુજરાતમાં વોટ શેર 48 ટકા ભાજપ, 23 ટકા કોંગ્રેસ, 27 ટકા આપ, 2 ટકા,ઉત્તર ગુજરાતનો વોટશેર 21-25 સીટ ભાજપ, 6-10 કોંગ્રેસ, 0-1 આપ, 0-2 અન્યને મળશે

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે, એક્ઝિટ પોલ આવવા શરુ થયા છે જેમાં મોટાભાગના એક્ઝિટ પોલ મુજબ ભાજપને ગત ચૂંટણી કરતા વધારે સીટ મળશે તેવું ફલિત થાય છે

 ગયા વખતે 2017માં પાટીદાર અનામત ફેક્ટરની અસરના કારણે ભાજપ વિરોધી વાતાવરણ હતું અને સરકાર સંકટમાં મૂકાઈ હોય તેવો માહોલ હતો છતાં ભાજપને બહુમતી મળી હતી. જો કે ભાજપની સીટમાં 2012ની સાપેક્ષમાં ઘટાડો થયો હતો. 2017માં ભાજપને માત્ર 99 બેઠકો મળી હતી. આ વખતે 2022માં મોંઘવારીનો મુદ્દો છાપરે ચડીને ચગ્યો છે એટલે લોઅર મિડલ ક્લાસ કઈ બાજુએ વળ્યો છે તે નક્કી ન કહી શકાય પણ ત્રણેય પક્ષોએ પ્રચારમાં કોઈ કમી બાકી રાખી નહોતી એટલે તેની અસર પણ કેવી થઈ છે તે એક્ઝિટ પોલમાં દેખાઈ આવે છે. ટૂંકમાં, 2017માં ભાજપને 99 સીટ મળી હતી, તેના કરતાં આ વખતે વધારે સીટો મળવાના તારણો સામે આવ્યા છે.

  • એબીપી મુજબ દક્ષિણ ગુજરાતમાં વોટ શેર 48 ટકા ભાજપ, 23 ટકા કોંગ્રેસ, 27 ટકા આપ, 2 ટકા અન્ય મળશે
  • એબીપી મુજબ પ્રમાણે ઉત્તર ગુજરાતનો વોટશેર 21-25 સીટ ભાજપ, 6-10 કોંગ્રેસ, 0-1 આપ, 0-2 અન્યને મળશે
(7:24 pm IST)