Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

ગુજરાતમા મોદી ફેક્ટર દોડ્યું : જનતાએ પીએમ મોદીના નામ પર મત આપ્યા

મોદી ફેક્ટરના પર 45. 5 ટકા મત આપ્યા:ગુજરાત મોડલના મુદ્દે 19.4 ટકા લોકોએ, કેજરીવાલની મફત યોજના મુદ્દે 7. 2 ટકા અને મોંધવારી અને બેરોજગારી મુદ્દે 27.9 ટકા લોકોએ મતદાન કર્યું

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે, ત્યારે ટીવીનાઇનના એગ્ઝિટ પોલમાં ફરી ગુજરાતમાં ભાજપની સરકાર બની રહી છે. ભાજપને 125થી 130 બેઠક ચૂંટણીમાં મળી શકે છે .જ્યારે કોંગ્રેસ 40થી 50 વચ્ચે સમેટાઇ શકે છે.જયારે  આમ આદમી પાર્ટીના દાવાઓ ધરાશાયી પણ થઇ શકે છે .આમ આદમી પાર્ટીને 3થી 5 બેઠક મળી શકે છે

  પોલ મુજબ મોદી ફેક્ટર ફરી એકવાર ગુજરાતમાં ચાલ્યું છે. જનતાએ મોદીના નામ પર જ મત આપ્યા છે તેવી વાત સાબિત થઇ રહી છે. જેમાં મોદી ફેક્ટરના પર 45. 5 ટકા મત આપ્યા છે. જ્યારે ગુજરાત મોડલના મુદ્દે 19.4 ટકા લોકોએ, કેજરીવાલની મફત યોજના મુદ્દે 7. 2 ટકા અને મોંધવારી અને બેરોજગારી મુદ્દે 27.9 ટકા લોકોએ મતદાન કર્યું છે.

એગ્ઝિટ પોલના આંકડા પ્રમાણે ગુજરાતમાં સતત સાતમી વાર ભાજપ સરકાર બનાવશે પીએમ મોદીની સભાઓ અને રોડ શોની અસર ચૂંટણીના પરિણામ પર જોવા મળી શકે છે.જનતાએ કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટીના વાયદાઓ અને ગેરંટીઓને પણ નકારી કાઢી છે અને ભાજપ પર વિશ્વાસ મુક્યો છે. ક્ઝિટ પોલના દાવા પ્રમાણે ભાજપ આ ચૂંટણીમાં પોતાના જૂના રેકોર્ડ તોડી શકે છે.2002ની ચૂંટણીમાં ભાજપને 127 બેઠક મળી હતી.ત્યારે એગ્ઝિટ પોલ પ્રમાણે આ ચૂંટણીમાં ભાજપને 47 ટકા મત મળી શકે છે .જ્યારે કોંગ્રેસને 35 ટકા મળી શકે છે. જ્યારે આમ આદમી પાર્ટી 12 ટકા મત મેળવવામાં સફળ થઇ શકે છે

 

 

(8:45 pm IST)